
- આ કર્મચારીઑના ઘરમાં પડતાં હતા ખાવા માટે ફાંફા
- મોડી રાત્રે 3 કલાક સુધી હડતાલ પછી તંત્રએ કર્યું સમાધાન
- હડતાલ પૂરી કરવા હોસ્પિટલની બહાર જ આપી દીધો બધાને પગાર
સુરતની નવી સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલના 40 જેટલા સફાઇ કામદારો મોડી રાતે પગાર ન મળવાના મુદ્દે એકાએક કામ છોડીને હૉસ્પિટલ બહાર જ પ્રદર્શન કરવા લાગ્યા હતા.

સુરતમાં દરરોજ કોરોના પોજીટીવ કેસનું પ્રમાણ વધતું જાય છે એવામાં સફાઈ કર્મચારીઓના આવા પ્રદશન થી તંત્ર મોડી રાત્રે દોડતું થયું હતું. આ હોસ્પીટલમાં સફાઈ કર્મચારીઓ હોસ્પીટલમાં કચરા-પોતા ની સાથે સાથે કોરોના સંકર્મિત દર્દીઓનું પણ ખૂબ ધન રાખે છે.કોરોના પોઝિટિવ દર્દીઓને સ્ટ્રેચર કે વ્હીલચેરમાં જે તે વોર્ડમાં અને બાથરૂમમાં પણ લઇ જાય છે. દર્દીઓને જમવાનું અને સેનિટાઇઝેશન કામગીરી પણ કરી આપે છે. સાથે જ કોરોનાના દર્દીઓની બીમારીમાં સફાઇ રહે તેનું પુરેપુરૂં ધ્યાન રાખે છે.

ગઈ કાલે મોડી રાત્રે આ સફાઈ કર્મચારી હડતાલ પર ઉતરી ગયા હતા. લગભગ ત્રણ કલાક સુધી એમની આ હડતાલ ચાલી અને તંત્ર એ અંતે એમને સમજાવી અને ત્યાં જ પગાર આપી અને તેમણે ફરી કામએ વળગાળ્યા હતા. સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે સમયસર ગ્રાન્ટ મળતી નથી. તેથી આવી સ્થિતિ સર્જાય છે તેવી ચર્ચા છે.

જોકે તંત્ર દ્વારા કર્મચારી સમાધાન કરવામાં આવતા અધિકારી અને તબીબોએ રાહતનો શ્વાસ લીધો હતો.