કોરોના કાળમાં દુષ્કર્મના કેસ વધી રહ્યા છે, ત્યારે નાઈજીરીયાના એક રાજ્યમાં બનાવાયો કડક કાયદો

નાઇજીરીયાના એક રાજયમાં દુષ્કર્મ કરનાર દોષિતને બનાવશે નપુંસક
નાઇજીરીયાના કદુના રાજયના રાજયપાલે એક કાયદા પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ બળાત્કારના દોષિત વ્યકિતને શસ્ત્રક્રિયા કરી નપુંસક કરવામાં આવશે અને ૧૪ વર્ષથી ઓછી વયની વ્યકિતને મોતની સજા આપવામાં આવશે. રાજયપાલ નાસિર અહમદ અલ રુફાઇએ જણાવ્યું હતું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાથી બાળકોને ભયંકર ગુનાથી બચાવવામાં મદદ મળશે.
કોરોના વાયરસ રોગચાળા દરમિયાન, નાઇજીરીયામાં બળાત્કારના કેસોમાં વધારો થયો છે. મહિલા સંગઠનોએ મૃત્યુ દંડ સહિતના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. આફ્રિકાના સૌથી ગીચ વસ્તીવાળા દેશ નાઇજીરીયામાં બળાત્કારના ગુનાને રોકવા માટે કડુના રાજયમાં સૌથી કડક કાયદો બનાવવામાં આવ્યો છે.
રાજયમાં તાજેતરમાં સુધારેલા દંડ સંહિતામાં એવું કહેવામાં આવ્યું છે કે ૧૪ વર્ષથી ઉપરની છોકરીઓ, મહિલાઓ પર બળાત્કાર કરનારાઓને આજીવન કેદની સજા આપવામાં આવશે. અગાઉના કાયદામાં પુખ્ત વયે બળાત્કાર બદલ ૨૧ વર્ષની જેલની સજા અને છોકરીઓ પર બળાત્કાર બદલ આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી હતી.