અજબ ગજબ! 8 આંખવાળો કરોળિયો

ઓસ્ટ્રેલિયામાં એક મહિલાએ વાદળી રંગની આઠ આંખોવાળા એક કરોળિયાની પ્રજાતિ શોધી કાઢી છે.અજાણતા જ મળી આવેલો આ કરોળિયો તેના ઘરની પાછળની છત પર જોઈને મહિલા પણ ડરી ગઈ હતી. ન્યૂ સાઉથ વેલ્સના થિરોઉલમાં રહેતી આ મહિલાએ 18 મહિના પહેલા પણ જોયો હતો. પણ ત્યારે તેણે આ કરોળિયાને જોયો છે, તે દાવો સાબિત કરી શકી નહોતી. આ સમયે તેણે જેવો કરોળિયાને જોયો કે, નિષ્ણાંતોને પણ બોલાવ્યા હતા. જેમણે આ કરોળિયાની ઓળખાણ કરી હતી.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ કરોળિયાની પ્રજાતિને શોધી કાઢનારી મહિલાનું નામ અમાંડા ડી જોર્જ છે. તેણે આ કરોળિયાને બીજી વાર જોયા બાદ તસ્વીરો પણ ખેંચી લીધી હતી. અમાન્ડા જ્યોર્જે જણાવ્યું હતું કે જ્યારે તે પોતાના ઘરે બેકયાર્ડમાં કંઈક કામ કરી રહી હી ત્યારે તેને આ જમ્પિંગ સ્પાઈડર જોવા મલ્યો હતો.
પહેલા તો તે ઘણી ડરી ગઈ હતી પરંતુ બાદમાં તેણે તેની કેટલીક તસ્વીરો લઈને ફેસબુક પર અપલોડ કરી હતી. તેની આ પોસ્ટ કરોળિયાના નિષ્ણાત જોસેફ શુબર્ટે જોઈ હતી. ત્યારબાદ તેમણે આ મહિલાને આ કરોળિયાને સાવચેતીથી પકડવાનું કહ્યું હતું. અમાંડાએ આ કરોળિયાને એક ખાલી કંટેનરમાં ભરીને કૈદ કરી લીધો, બાદમાં તેણે જોસેફ શુબર્ટની પાસે મોકલી આપ્યો હતો. તે જણાવે છે કે, કઈ રીતે તેણે આને કેદ કર્યો, એક સાથે ન રાખતા તેણે અલગ અલગ રીતે કરોળિયાને પેક કર્યા હતા, કારણ કે, તેને ડર હતો કે અન્ય કરોળિયાને કે જે નાના છે, તેને પણ તે ખાઈ જશે.