ખંભાળીયા સ્ટેશન પર ઓખા-મુંબઈ સેન્ટ્રલ અને મુંબઇ સેન્ટ્રલ-ઓખા સ્પેશિયલ ટ્રેનોનો સ્ટોપેજ..

મુસાફરોની માંગ અને સુવિધા માટે રેલ્વે પ્રશાસને 21 ઓક્ટોબર, 2020 થી ઓખા-મુંબઇ સેન્ટ્રલ અને મુંબઇ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેઇલ સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોને ખંભાલીયા સ્ટેશન પર સ્ટોપ આપ્યો છે. રાજકોટ ડિવિઝન ના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા મુજબ ખંભાળીયા સ્ટેશન પર આ ટ્રેનોના આગમન અને પ્રસ્થાનનો સમય નીચે મુજબ રહેશે.
ટ્રેન નંબર 02946 ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ સ્પેશ્યલ બપોરે 14.54 વાગ્યે ખંભાળીયા સ્ટેશન પર પહોંચશે અને પ્રસ્થાન સમયે 14.56 વાગ્યે ઉપડશે.

એ જ રીતે, ખંભાળીયા સ્ટેશન પર ટ્રેન નંબર 02945 મુંબઇ સેન્ટ્રલ-ઓખા સ્પેશ્યલનું પરત બપોરે 12.55 વાગ્યે અને રવાના સમય 12.57 વાગ્યે થશે.
ઉપરોક્ત ટ્રેનો દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર, બોરીવલી અને દાદર સ્ટેશનો બંને રૂટ પર રોકાશે.