રાષ્ટ્રીય
શેરબજાર: તેજીની સાથોસાથ આઈપીઓ માર્કેટમાં જબરો ઝગમગાટ રહ્યો છે.

ઈન્વેસ્ટરો ખુશ:105 ટકા ઉંચુ લીસ્ટીંગ 350 ના મૂળ ભાવ સામે 717 ખુલ્યો.
આજથી નવા બે આઈપીઓ ખુલ્યા જ છે.લીસ્ટીંગના દિવસે જ નાણાં ડબલ થઈ જતાં ઈન્વેસ્ટરો ખુશખુશાલ બન્યા. અઠવાડિયામાં આવેલા આઈપીઓ રૂટ મોબાઈલનું આજે બીએસઈ તથા એનએસઈમાં લીસ્ટીંગ હતું. 350માં અપાયેલા શેરનો ભાવ રૂા.717 ખુલ્યો હતો જે મૂળભાવ કરતાં 105 ટકા વધુ હતું. નવા ઈસ્યુમાં ધરખમ રીટર્ન મળવા લાગતા ઈન્વેસ્ટરોનો ક્રેઝ વધી ગયા છે. કંપનીઓ પણ સારા વાતાવરણનો લાભ ઉઠાવવા માટે લાઈનો લગાવવા લાગી છે.

આવતા ટુંકાગાળામાં 80 જેટલી કંપનીઓએ આઈપીઓની યોજના ઘડી છે અને મારફત 50000 કરોડ ઉઘરાવે તેવી શકયતા છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 15 આઈપીઓમાંથી 12માં ઈન્વેસ્ટરોને નોંધપાત્ર રીટર્ન મળ્યું છે. આવતીકાલથી વધુ એક કંપનીનો આઈપીઓ ખુલવાનો છે. નાણાં એકત્રીત કરવા કંપનીઓએ લાઈન લગાવવાનું શરૂ કર્યુ છે.