સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓ માટે બંધ કરાશે, જાણો મહત્વના અપડેટ

સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ આકર્ષીત કરનાર સર્વોચ્ચ પ્રતિમા સ્ટેચ્યુઓફ યુનિટી ને પણ પ્રથમ નવરાત્રિએ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના દરવાજા થોડા દિવસો માટે બંધ રહેવાના છે. આગામી ૩૧ ઓકટોબર એ પ્રધાનમંત્રી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી માટે આવનાર છે માટે તંત્ર દ્વારા પ્રવાસીઓ ને આવકારવા તડા માર તૈયારીઓ ચાલી રહી છે.
26 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરીથી બંધ કરવામાં આવશે. 31 ઓક્ટોબરે પીએમ મોદી નો પ્રવાસ હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થોડા દિવસ માટે બંધ રહેવાનું છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય અને લોકો ફરવા માટે આવી પણ શકે તે માટે ખાસ તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેથી ઓનલાઇન બુકિંગને જ માન્ય રાખવામાં આવે છે. રોજિંદી રીતે માત્ર 2500 લોકોનું જ બુકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રવાસીઓ પૈકી માત્ર 500 પ્રવાસીને 153 મીટરના લેવલ પર સ્થિત વ્યૂઇંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. હાલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જનારા પ્રવાસીઓને માત્ર ઓનલાઇન ટિકિટ મળશે. તંત્ર દ્વારા જણાવાયા અનુસાર પ્રવાસીઓને દર બે કલાકના સ્લોટમાં ઓનલાઇન ધોરણે જ અધિકૃત વેબસાઇટ પરથી જ ટિકિટ મેળવી શકશે.