સ્પોર્ટ્સ

SRH vs DC IPL2020: સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રનથી આપ્યો પરાજય

સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હાર આપી છે. 220 રનનો પીછે કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ઘણી ખરાબ રહી ટીમ 19 ઓવરમાં માત્ર 131 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદનો 12 મેચમાં આ પાંચમો વિજય છે. તેના 10 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ છઠ્ઠા સ્થાને છે. તો પરાજયની સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. બંન્ને ટીમોની હવે બે-બે મેચ બાકી છે. શિખર ધવન ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો,  સનરાઇઝર્સ તરફથી રાશિદ ખાન સૌથી સફળ બોલર રહ્યો હતો. રાશિદે ચાર ઓવરમાં માત્ર 7 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય સંદીપ શર્મા અને ટી નટરાજનને બે-બે સફળતા મળી હતી. નદીમ, હોલ્ડર અને વિજય શંકરને એક એક સફળતા મળી હતી. 

જન્મદિવસના દિવસે વોર્નરની ધમાકેદાર બેટિંગ.


હૈદરાબાદની ટીમે વિસ્ફોટક શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં વિના વિકેટે 77 રન ફટકારી દીધા હતા. આ સીઝનમાં પાવરપ્લેનો આ સર્વાધિક સ્કોર છે. ડેવિડ વોર્નરે પાવરપ્લેમાં જ માત્ર 25 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. આજે વોર્નર પોતાના આક્રમક અંદાજમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ટીમને પ્રથમ ઝટકો ઈનિંગની 10 મી ઓવમાં વોર્નરના રૂપમાં લાગ્યો હતો. વોર્નર 34 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 66 રન બનાવી આઉટ થયો હતો. આ સફળતા અશ્વિનને મળી હતી.

આજે ઓપનિંગમાં આવેલા સહાનો પણ ધમાકો
રિદ્ધિમાન સાહાને તક આપી હતી. સાહાએ વોર્નર સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. તેણે શાનદાર બેટિંગ કરતા પહેલા વોર્નર સાથે 107 અને ત્યારબાદ મનીષ પાંડે સાથે બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. સાહાએ 45 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 87 રન બનાવ્યા હતા. તે એનરિક નોર્ત્જેની ઓવરમાં આઉટ થયો હતો. હૈદરાબાદે 15 મી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ મનીષ પાંડે અને કેન વિલિયમસને અંતિમ ઓવરોમાં હૈદરાબાદનો સ્કોર 220ની નજીક પહોંચાડ્યો હતો. મનીષ પાંડે 31 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 44 રન બનાવી અણનમ રહ્યો હતો. તો કેન વિલિયમસન 10 બોલમાં 11 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી તરફથી અશ્વિન અને નોર્ત્જેને એક-એક સફળતા મળી હતી. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close