ઓખા-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે વિશેષ ટ્રેનો કાર્યરત કરવામાં આવશે

ટિકિટનું બુકિંગ 12 ઓક્ટોબરથી શરૂ થશે
મુસાફરોની સુવિધા માટે ઓખાથી મુંબઇ સેન્ટ્રલ માટે 17 ઓક્ટોબરથી અને મુંબઇ સેન્ટ્રલથી ઓખા સુધી 15 ઓક્ટોબર, 2020 થી વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ વિશેષ ટ્રેનો આગામી સુચના સુધી તેમના નિર્ધારિત દિવસો મુજબ કાર્યરત કરવામાં આવશે. વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 02946/02945 ઓખા – મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ સુપર ફાસ્ટ સ્પેશ્યલ
ટ્રેન નંબર 02946 ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ઓખાથી દરરોજ 17 ઓક્ટોબર 2020 થી બપોરે 13.10 વાગ્યે ઉપડશે, રાજકોટ તેજ દિવસે સાંજે 17.45 વાગ્યે અને બીજા દિવસે સવારે 07.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 02945 મુંબઇ સેન્ટ્રલ-ઓખા સ્પેશિયલ ટ્રેન 15 ઓક્ટોબર, 2020 થી દરરોજ રાત્રે 21.35 વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઉપડશે, બીજે દિવસે સવારે 10.18 વાગ્યે રાજકોટ અને ઓખા સાંજે 15.35 વાગ્યે પહોંચશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ હશે.

ઉપરોક્ત ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે. જનરલ કોચ માં પણ આરક્ષણ રહેશે. કોરોના વૈશ્વિક રોગચાળાના આ યુગમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ નિયમોનું પાલન કરવું પડશે. મુસાફરોને ભારત સરકારના હેલ્થ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેમની ટ્રેનના નિર્ધારિત સમય થી ડોઢ કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવાની વિનંતી છે જેથી તેમને કોઈ અગવડતા ન પડે.
ટ્રેન નંબર 02946/02945 નું બુકિંગ 12 ઓક્ટોબર, 2020 થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.