પૂનમબેન માડમ દ્વારા કૃષી સુધારા બીલ સુધારા અંગે જિલ્લાના ગામડાઓમા ખેડૂતો સાથે ખાસ બેઠક

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ પસાર કરવામા આવેલ “કૃષિ બિલ સુધારા” અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત ૧૨- જામનગર લોકસભાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ દ્વારા ખેડૂતો સાથે ખાસ બેઠકો યોજાઇ હતી અને ખેડૂતોને આ કાયદાના સુધારાઓથી થનાર અગણિત ફાયદાઓ અંગે સવિસ્તર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં, ખેડુતોને ખરા અર્થમાં આઝાદી સાથે આત્મનિર્ભરતા અને મજબૂતી પ્રદાન કરનારા , કૃષિ સુધારા બિલના ક્રાંતિકારી પગલાની સમજણ આપવાના ભાગરૂપે,ગઇકાલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ દ્વારા જામનગર તાલુકાના ગાગવાધાર અને મોટી ખાવડીમાં, ધારાસભ્ય શ્રી રાઘવજીભાઇ પટેલ, જાડા ના પુર્વ ચેરમેન શ્રી દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. વિનુભાઇ ભંડેરી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકુંદભાઇ સભાયા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કિશાન મોરચા મહામંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, તાલુકા ભાજપ પુર્વ મહામંત્રી શ્રી કુમારપાળસિંહ રાણા સાથે ખેડૂતો સાથે પરામર્શ યોજી, નવા કાયદાની વિસ્તૃત સમજણ આપી હતી આ ઐતિહાસીક જોગવાઇઓ દ્વારા બમણી આવક કરી રાષ્ટ્રની પ્રગતિ અને અર્થતંત્રની વધુ ગતિશીલતાના સહભાગી બનવા સૌ ખેડૂતોને શુભકામનાઓ પાઠવી હતી.