ક્યાંક તમે ડિપ્રેશનનો શિકાર તો નથીને? શું તમને પણ આવે છે આવા વિચારો?

આજે એટ્લે કે 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા રોક દિવસ મનાવવામાં આવે છે. આ ડિસવ મનાવવા પાછળ લોકોને આત્મહત્યા ન કરવા માટે જાગૃત કરવામાં આવે છે. આજકાલ આત્મહત્યા એ ખૂબ જ સામાન્ય વાત થઈ ગઈ છે. જીવનમાં કોઈ પર પ્રકારની પરેશાની આવે લોકો એનો સામનો કરવાને બદલે આત્મહત્યા કરી લે છે. આ વાત ખોટી છે.

આત્મહત્યા કરવાની પાછળનું સૌથી મહત્વનુ કારણ હોય છે માનસિક તણાવ. આ એક જાતની માનસિક બીમારી છે. આ બીમારીની ચપેટમાં આવેલ લોકો હમેશા ઉદાસ રહે છે અને હમેશા નકારાત્મક વિચારો કરે છે. નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જાય છે અથવાતો એ વાતો એમને ઉદાસ બનાવી દે છે.

અને આવા લોકોને સૌથી વધુ આત્મહત્યા કરવાનો વિચાર આવતો હોય છે. કોઈ વ્યક્તિ આમ અચાનક જ આત્મહત્યા નથી કરી લેતું. તેની પાછળ તેની માનસિક પરિસ્થિતી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જે વ્યક્તિ અચાનક શાંત સ્વભાવનું બની જાય અથવા તો એકલા હાથે કામ કરતું કોઈ વ્યક્તિ તેના કામમાં તેના મિત્રો કે પરિવારજનોને શામેલ કરવા લાગે , કોઈ વ્યક્તિ રાત્રે ઊંધી ન શકતું હોય આ બધા ડિપ્રેશન અથવા તો માનસિક તણાવના લક્ષણો છે અને એવી વ્યક્તિના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર ક્યાંકને ક્યાંક ચાલી રહ્યો હોય છે.

ઘણી વખત આપની સાથે આવી કોઈ સમસ્યા ઉદભવે ત્યારે આપણે શરમ રાખીને કોઈને આ વાતો કરતાં નથી કે ડોક્ટર પાસે પણ જતાં નથી. આ બિલકુલ ખોટી વાત છે. જ્યારે પણ ડિપ્રેશનમાં સરવા લાગીએ ત્યારે આપની આસપાસના લોકોને આપણે તેની જાણ કરવી જોઈએ અને જો એ લોકો ન સમજે તો મગજના ડોક્ટર પાસે જવું જોઈએ.

અથવા તો જો આપણે પણ આપણી આસપાસ કોઈ એવી વ્યક્તિ નજરે ચઢે તો તેની સાથે વાતો કરીને તેની માનસિક સ્થિતિને નોર્મલ બનાવવાની કોશિશ કરવી જોઈએ. ડિપ્રેશનનો શિકાર બનેલ વ્યક્તિને ક્યારેય એકલા ન છોડવા જોઈએ. હમેશા તેના મિત્ર કે પરિવાર સાથે રહે તેવી પરિસ્થિતીનું નિર્માણ કરવું જોઈએ.