રાજકોટ

રાજકોટ મા નાના મોટા કેટલાક બાગ બગીચાઓ લોકો માટે બંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય

રાજકોટમાં કોરોના વાયરસ બેકાબૂ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 28 દર્દીઓના દર્દનાક મોત થયા છે. ત્યારે ડેથ ઓડિટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે તેવું તંત્ર જણાવી રહ્યું છે. રાજકોટ જિલ્લાના 1 દર્દીનું મોત થયું છે, જ્યારે અન્ય જિલ્લાના 2 દર્દીનાઓના રાજકોટમાં મોત થયા છે કુલ 28 લોકોના મોત થયા છે.

અનલોક 4માં રાજ્યમાં બાગ બગીચા લોકો માટે ખોલી નાંખવામાં આવ્યા છે, પરંતુ હાલ રાજકોટવાસીઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં કોરોના વાયરસના કારણે હાલ પૂરતા બાગ બગીચા નહીં ખોલવાનો નિર્ણય કરાયો છે. રાજકોટમાં આવેલા 152 જેટલા બાગ બગીચા બંધ રહેશે.કોરોના સંક્રમણ વચ્ચે તંત્રએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક સરાહનીય નિર્ણય લીધો છે. રાજકોટમાં હજુ પણ બાગ બગીચા નહિ ખોલવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલમાં કોવિડ સેન્ટર આસપાસ રેડ ઝોન જાહેર કરાયો છે. સામાન્ય લોકોની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તો બીજી બાજુ કોવિડ હોસ્પિટલ આસપાસ મીડિયાને પણ પ્રવેશબંધી નિષેધ કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં સુવિધાની મોટી મોટી વાતોની પોલ મીડિયા દ્વારા ખોલાઈ રહી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close