ભારતમા કેટલાક કોલસા આધારિત વીજ પ્લાન્ટસ બંધ થશે…

ભારત વિચાર કરી રહ્યું છે, જેનો અમલ કરવા માટે તેણે તેના કેટલાક ખરાબ કોલશા પ્લાન્ટસ બંધ કરવાની ફરજ પડી શકે છે. ભારત સરકાર કલાયમેટ ચેન્જ પર ખાસ ભાર આપી રહી છે.દેશમાં વીજ પ્લાન્ટસ દ્વારા થતા વાયુ પ્રદૂષણને અટકાવવા ભારતમાં ભારે માગ થઈ રહી છે અને કલાયમેટ ચેન્જને લઈને ગંભીર ચિંતા પણ પ્રવર્તી રહી છે. ઊર્જા મંત્રાલય જે યોજના પર વિચાર કરી રહ્યું છે તેમાં પ્લાન્ટસના કહેવાતા હીટ રેટ પર મર્યાદા લવાશે. હીટ રેટ એટલે એક યુનિટ વીજ ઉત્પાદન માટે કેટલી કોલ એનર્જી આવશ્યક રહે છે તેનું માપ છે, એમ વીજ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.

રિન્યુએબલ વીજના ઉત્પાદનમાં થઈ રહેલા વધારા સાથે કોલસા આધારિત વીજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ચીન બાદ વિશ્વમાં ભારત કોલસાનો બીજો મોટો વપરાશકાર દેશ છે. દેશમાં વીજ પ્લાન્ટસ દ્વારા થતા વાયુ પ્રદૂષણને અટકાવવા ભારતમાં ભારે માગ થઈ રહી છે.વર્તમાન નાણાં વર્ષના પ્રથમ પાંચ મહિના દરમિયાન કોલ પ્લાન્ટસ તેની ક્ષમતાના સરેરાશ ૪૮ ટકાના દરે કામ કરી રહ્યા હતા અને દેશની કુલ વીજ ઉત્પાદનમાં ૬૪ ટકા હિસ્સો રહ્યો હતો.