રાજકારણ
સ્મૃતિ ઈરાની: રાહુલ ગાંધી પીડિતાના પરિવારને પોતાના રાજકારણ માટે મળવા માંગે છે

આજે રાહુલ ગાંધીએ ફરી હાથરસ રેપ કાંડહાથરસ રેપ કાંડના પીડિતાના પરિવારને મળવા જવાની કોશિશ કરી હતી. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ આ મુદ્દે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પર જોરદાર પ્રહારો કર્યા છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે, જનતા કોંગ્રેસની રણનીતિ સારી રીતે જાણે છે. એટલા માટે જ ભાજપે 2019ની ચૂંટણીઓમાં ઐતહાસિક જીત મેળવી હતી. લોકો સમજે જ છે કે, રાહુલની હાથરસની મુલાકાત પોતાના રાજકારણ માટે છે, પીડિતાને ન્યાય અપાવવા માટે નહીં.
આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દુનિયાની કોઈ તાકાત મને હાથરસમાં પીડિતાના પરિવારને મળતા રોકી નહીં શકે. હું પરિવારને મળીને તેમનુ દર્દ વહેંચવા માંગુ છું. આ યુવતીના પરિવાર સાથે UP પોલીસ જે પ્રકારે વ્યવહાર કરી રહી છે તે મને કોઈ પણ પ્રકારે સ્વીકાર નથી.