
રાજકોટ :- કેન્દ્રીય કાપડ અને મહિલા/બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતની ૮ પેટાચૂંટણીમાં પ્રચાર માટે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા.

એરપોર્ટ ખાતે ભાજપ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ મોરબી વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા માટે પ્રચાર કરશે.