સૂત્ર: રૂપાણી સરકાર માં મિત્રમંડળ નું થશે વિસ્તરણ, જાણો કોને મળી શકે છે સ્થાન:

ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણૂંક થયા બાદ મંત્રીમંડળમાં ત્રણ નવા સભ્યો લેવાશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકક્યું છે. ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે રૂપાણી સરકારમાં આગામી સમયગાળામાં મંત્રી મંડળનું વિસ્તરણ થશે.
રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે.
17 સપ્ટેમ્બરે નવનિયુક્ત મંત્રીઓ લેશે શપથઃ સૂત્ર
રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે, રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, 17 સપ્ટેમ્બરે નવનિયુક્ત મંત્રીઓ શપથ લેશે. 16 સપ્ટેમ્બરે વર્તમાન મંત્રીમંડળની છેલ્લી બેઠક યોજાશે.
જ્યારે 22 સપ્ટેમ્બરના ભાજપના નવા સંગઠનની જાહેરાત થઇ શકે છે. નવા 7 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. 17 સપ્ટેમ્બરે PM મોદીના જન્મદિવસે શપથ સમારોહ યોજાશે.
વિસનગરના ધારાસભ્ય ઋુષિકુમાર તથા સુરતના પૂર્ણેશ મોદીનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થઇ શકે છે.
કોને કેબિનેટમાં સ્થાન મળવાની સંભાવના?
ગુજરાતની નવી કેબિનેટમાં ગુજરાત ભાજપના પૂર્વપ્રમુખ જીતુ વાઘાણીનો સમાવેશ કરવામાં આવી શકે છે.
એટલું જ નહીં પરંતુ મહામારીમાં સુરતમાં હાલ જે રીતની સ્થિતિ છે તે જોતા આરોગ્યમંત્રી કુમાર કાનાણીને પણ પડતા મુકાવામાં આવી શકે તેવી સંભાવના છે. આત્મરામ પરમાર અને વાધાણીની મંત્રીમડળમાં સમાવી શકે.