
ગુજરાતના જાણીતાં સિંગર મુકેશ ચૌધરી હવે નવા અંદાજમાં પોતાની પહેલી સિઝન રંગત લાવી રહી છે. રંગત સિઝનમાં અલગ અલગ ભાષાઓના ગીતો હશે. અને આ સિઝનની શરૂઆત તેમના પહેલા ગીત “કેસરિયો” થઈ રહી છે.

આ સિઝનમાં મુકેશ ચૌધરી અલગ અલગ ભાષાઓમાં પોતાના ગીતો રજૂ કરશે અને દરેક પ્રાદેશિક ભાષાઓને પ્રમોટ કરશે. જ્યારે તેમનું પહેલું ગીત ગુજરાતી ભાષાઓમાં આવી રહ્યું છે. આ ગીતને મુકેશ ચૌધરી, મિતાલી મહંત, પ્રતિષ્ઠા વાઘેલા અને જયેશ મોદી દ્વારા ગાવામાં આવ્યુ છે. જ્યારે ગીતનું મ્યુઝિક ડેન બી અને હરમાન દ્વારા આપવામાં આવ્યું છે અને ગીતને ધ્રુવ પાંડવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે.

મુકેશ ચૌધરી વાતચીત કરતાં જણાવે છે કે આ સિઝનનું નામ રંગત એટલા માટે આપવામાં આવ્યું છે કેમ કે, આ સિઝનમાં અલગ અલગ ભાષાઓમાં ગીતને રજૂ કરવામાં આવશે. અને દરેક ગીતોને એક અલગ રીતે રજૂ કરવામાં આવશે.
આ સિઝનનું પહેલું ગીત “કેસરિયો” થોડાક સમયમાં નવરાત્રી પર રિલીઝ કરવામાં આવશે.