
સરકારે સીએમવીએમાં માર્ગ સલામતી, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનોની નોંધણી, નવીકરણ, પ્રક્રિયાને સરળ બનાવવા અને ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવાને પ્રાધાન્ય આપવા વ્યાપક ફેરફારો કર્યા છે. તમામ વપરાશકર્તાઓ દ્વારા સરળતાથી સમજી શકાય તે માટે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ એક્ટ (સીએમવીએ) 20 સત્તાવાર ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યો છે. હજી સુધી મોટર વાહન અધિનિયમ અને અગાઉના સુધારા અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગયા મહિનામાં આ જોગવાઈઓ શરૂ કરવાની યોજના હતી. ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને વાહનોના નવીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા અને ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવા માટે, રસ્તાની સલામતીને અગ્રતા આપતા સરકારે સીએમવીએમાં જરૂરી ફેરફારો કર્યા છે. ટ્રાફિક અને વાહનના ગુના બદલ દંડ વધારવામાં આવ્યો છે. અપેક્ષા છે કે સરકારની આ જોગવાઈઓથી તમામ લોકોને ફાયદો થશે.
મંત્રાલયે પહેલીવાર જાહેરાત પણ કરી છે કે 18 જાન્યુઆરીથી, તે આગામી એક મહિના માટે મોટા પાયે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજશે. અગાઉ આ અભિયાન એક અઠવાડિયા માટે હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે એનજીઓ અને ખાનગી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત બેઠક કરી હતી. માર્ગ સલામતી જાગૃતિ અભિયાનને માત્ર એક અઠવાડિયા કે એક મહિના સુધી મર્યાદિત ન રાખવાના મિશન તરીકે ચાલુ રાખવાની વિનંતી કરી હતી.