
શ્રી એન.આર.મીનાએ રાજકોટ મંડળના નવા વરિષ્ઠ મંડળ સુરક્ષા અધિકારીના કાર્યભાર સાંભળી લીધો છે. એમની નિમણુક રાજકોટ મંડળના વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક તરીકે થઇ છે. શ્રી મીના ગવર્મેન્ટ કોલેજ અલ્વર રાજસ્થાનમાં સંસ્કૃતમાં માસ્ટર ઓફ આર્ટસની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ઓગસ્ટ 1989માં એમને રતલામ મંડળ સહાયક સ્ટેશનમા માસ્ટર તરીકે રેલવેમાં પોતાના કાર્યકાળ ની શરૂઆત કરી હતી.
એ પછી એમને પશ્ચિમ રેલવેના વિભિન્ન મહત્વપૂર્ણ પદો ઉપર કાર્ય કર્યું છે. જેમાં ટ્રેક ઇન્સ્પેકટર તરીકે ઉજ્જૈન , પ્રશિક્ષક તરીકે ટ્રેનિંગ સેન્ટર અને સ્ટેશન મેનેજર તરીકે મુંબઈ સેન્ટ્રલ અને ઇન્દોરમાં કામ કર્યું છે. એમ જ મંડળ સંચાલક પ્રબંધક અને મંડળ સંચાલક પ્રબંધક અને વાણિજ્યમાં પ્રબંધક ટ્રૅક કે ફરજ નિભાવ્યો છે.
એમને એપ્રિલ 2020માં આપદા પ્રબંધકમાં લખનઉના ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપોર્ટ મેનેજમેંટમાં ટ્રેનિંગ લીધી છે. શ્રી મીનાને 14 સપ્ટેમ્બર 2018માં રાષ્ટ્રીયભાષામાં ખુબ સારું કામ કરવા માટે રેલવે બોર્ડ તરફથી પુરસ્કાર પણ મળ્યો હતો. એ સિવાય 2016-17 માં રતલામ મંડળમાં ઉતકૃષ્ટ કામ કરવાને કારણે પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી મીના ને વાંચન અને સંગીતમાં ખુબ જ રુચિ છે.