અક્ષય કુમારની આગામી ફિલ્મ પૃથ્વીરાજનું શૂટિંગ શરૂ..

અભિનેતા અક્ષય કુમારે પોતાની આવનારી ફિલ્મ બેલ બોટમનું શૂટિંગ હમણાં જ પુરુ કર્યું છે. હવે તે આ પછીની તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજનું શૂટિંગ શરૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે માનુષી છિલ્લર કામ કરી રહી છે. જેને બુધવારે યશરાજ સ્ટુડિયો પાસે જોવામાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે, હાલ તો હું નાનામાં નાની ચીજની તાલીમ લઇ રહી છું જેમાં મને બહુ આનંદ આવી રહ્યો છે. મારી તો હજી આ પા પા પગલી છે, મારે ભવિષ્યમાં ઘણું આગળ વધવાનું છે.

દેશમાં લોકડાઉન લાગ્યુ તે પહેલા જ આ ફિલ્મનું શૂટિંગ ૭૦ ટકા થઇ ગયું છે અને હવે ફક્ત ૩૦ ટકા જ બાકી છે. શૂટિંગ હજી યુદ્ધના થોડા દ્રશ્યો સૂટ કરવાના બાકી છે. જોકે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઉટડોરના બદલે સ્ટુડિયોમાં જ આ દ્રશ્યો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.શૂટિંગમાં ફક્ત ૫૦ લોકો જ સામેલ થશે અને બાકીનું દરેક કામ પોસ્ટ પ્રોડકશનમાં કરવાનું છે.
