શિલ્પા શેટ્ટીના પુત્ર એ બનાવ્યો સોનૂ સૂદ એનિમેટેડ વીડિયો..

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે પોતાની લાઇફ સાથે જોડાયેલ નાના-નાના અપડેટ્સ શેર કરતી રહે છે.તેણે પોતાના પુત્રનો પ્રોજેક્ટ પોસ્ટ કર્યો છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.
તેણે પોતાની પુત્રી સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી હતી. હવે તેણે પોતાના પુત્ર વિઆનના શાળાના પ્રોજેક્ટની માહિતી ફેન્સ સાથે શેર કરી છે. તેની ખાસ વાત છે કે તેના પુત્રએ આ પ્રોજેક્ટ એક્ટર સોનૂ સૂદને ડેડિકેટ કર્યો છે.વિઆનનો સ્કૂલ પ્રોજેક્ટ જે એક સાચા હીરો સોનૂ સૂદને ડેડિકેટેડ છે. બાળકોની આસપાસ કંઈ થાય છે તેના પર ખુબ ધ્યાન રાખે છે.
વિઆનના હાલના સ્કૂલ પ્રોજેક્ટને જોઈને આ વાત પાક્કી થઈ ગઈ. પ્રોજેક્ટનો ટોપિક હતો, તે લોકો જે કંઈ પરિવર્તન લાવ્યા. પાછલા મહિનામાં જે થયું તે જોઈ રહ્યો હતો અને પ્રશંસા કરી રહ્યો હતો કે મારા મિત્ર સોનૂ સૂદે કઈ રીતે નિસ્વાર્થ ભાવે જરૂરીયાત લોકોની મદદ કરી રહ્યો છે.