ટ્રેડિંગદેવભૂમિ દ્વારકા

શ્રી દ્વાકાધીશ જગત મંદીરમાં શરદ રાસોત્સવ તેમજ પૂનમની ઉજવણી કરાશે…

Gujarat24news:વહીવટદાર શ્રી દ્વારકાધીશ જગત મંદીર અને પ્રાંત અધિકારીશ્રી દ્વારકાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તા.૧૯ ઓક્ટોબર, ૨૦૨૧ને મંગળવારના રોજ રાત્રે શ્રીજીનો રાસોત્સવ અને તા.૨૦ ઓક્ટોબર, ૨૦૨૧ને બુધવારના રોજ આસો સુદ -૧૫(પૂનમ) હોવાથી શ્રી દ્વારકાધીશ જગત મંદીરમાં શ્રીજીના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે ૧૯ ઓક્ટોબર,૨૦૨૧ના રોજ શરદ રાસોત્સવ અન્વયે બપોરે ૧-૦૦ કલાકથી સાંજે ૫-૦૦ કલાક સુધી મંદીર બંધ રહેશે. આ ઉપરાંત તા.૨૦ ઓક્ટોબર,૨૦૨૧ના રોજ શરદ રાસોત્સવ અન્વયે આસો સુદ – ૧૫(પૂનમ)ના દિવસે સવારે ૬-૦૦ કલાકે મંગલા આરતી રહેશે અને બપોરે ૧-૦૦ કલાકથી સાંજે ૫-૦૦ કલાક સુધી મંદીર બંધ રહેશે તેમ વધુમાં જણાવાયું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − 10 =

Back to top button
Close