શંકરસિંહ વાઘેલા: ગુજરાતમાં એવું નથી જ્યાં દારૂ ન મળતો હોય

હજુ ગઈકાલે જ ગુજરાત સરકારે રાજ્યની નવી ટુરિઝમ પોલિસી જાહેર કરી છે, ત્યાં જ દારૂબંધીનો મુદ્દો ઉભો થયો છે. ગુજરાત સરકાર જે લક્ઝુરીયસ ટુરિસ્ટની વાત કરે છે, તે લક્ઝુરીયસ ટુરિસ્ટની દારૂની ડિમાન્ડ પર હવે ખૂલીને વાતો આવવા લાગી છે. ટુરિઝમ પોલિસી ડિકલેર થયા બાદ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે, ગુજરાતમાં દારૂબંધી હોય તેથી ટુરિસ્ટોને સારા પ્રમાણમાં આકર્ષી શકાતા નથી. ત્યારે હવે સોશિયલ મીડિયા માધ્યમથી ખૂલીને આ મુદ્દે ચર્ચાએ જોર પકડયું છે.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ‘ગુજરાતમાં એક કિલોમીટર વિસ્તાર પણ એવો નથી જ્યાં દારૂનો વેપાર થતો ન હોય અને ખુલ્લેઆમ દારૂ ન પીવાતો હોય! હું ગુજરાતીઓને કહેવા માગું છું કે, ગાંધી સરદારના નામે બહુ થયું હવે! હવે તેનો પુનવિચાર કરો અને દારૂબંધી હટાવો.રોજ કરોડો રૂપિયાનો દારૂ પીવાતો હોય અને પકડાતો હોય છે. તો આ ખોટી નીતિ છે. દારૂબંધીની વૈજ્ઞાનિક પદ્ધતિએ અમલ કરવો જોઈએ. તો ગુજરાતમાં એવી નીતિ રાખો જેથી ગુજરાતમાં જે.. કેમિકલ પીને મરી જાય છે, અને એ 30 વર્ષથી નીચેની ઉંમરની લાખો બહેનો વિધવા બની જાય છે..