
છોટાઉદેપુર નસવાડીમાં શરમજનક ઘટના બની છે આ ઘટના અનુસાર મહિલાને ઘરથી રોડ સુધી તેના ઢસડીને ઢોર માર મારવામાં આવ્યો છે અને લોકો ઉભા ઉભા જોતા રહી ગયા.
છોટાઉદેપુરમાં મહિલા પર અત્યાચાર કરવામાં આવતો હોય તેવો ફરી એક બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર એ મહિલાનો અપરણિત દીકરો એક પરણિત યુવતીને લઈને ભાગી ગયો હતો અને એ વાતને કારણે યુવકની માતાને ઘરના દરવાજાથી રોડ સુધી ઢસડીને માર મારવામાં આવ્યો હતો.
માહિતી એવી પણ મળી છે કે છેલ્લા છ મહિનાથી મહિલાનો કુંવારો પુત્ર એક પરિણીત યુવતીને લઈને ગુમ થઈ ગયો છે. ત્યારબાદ એ પરણિત યુવતીના પરિવારે યુવકની માતાને મળવા આવ્યા મહિલા સાથે વાતચીત બાદ એક વ્યક્તિ અચાનક મારામારી શરૂ કરી દે છે. મહિલાને જમીન પર પછાડી દેવામાં આવે છે અને તેને ઢીકા-પાટુનો માર મારવામાં આવે છે. ઢોર માર મારતા કહેતા હતા કે અમારી વહુને જઈને શોધી લાવ.
માર મારનાર વ્યક્તિ હાથમાં લાકડી લઈને અન્ય તોડફોડ કરતો પણ જોવા મળે છે. આ દરમિયાન મહિલા મારને કારણે બૂમો પાડી રહી હતી અને આસપાસ ઘણા લોકો એકઠા પણ થઇ ગયા હતા.
આ મામલે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે માર મારનાર ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.