અમદાવાદગુજરાત

થોડી તો શરમ કરો… સેનેટાઈજરના સપ્લાય સાથે દારૂની હેરફેર,પોલીસે પકડી પાડ્યો ટ્રક…

  • કોરોના જેવા જીવલેણ વાઇરસથી બચવા માટે સેનીટાઈજર અને માસ્ક આ બંને ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
  • સેનીટાઈજર જીવન રક્ષક અને દારૂ જીવન ભક્ષક
 .

લોકો અત્યારે અઢળક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમાં કોરોના જેવી જીવલેણ બીમારી, આર્થિક ખેંચતાણ સાથે જ માનસિક તણાવ પણ આજ કાલ સામાન્ય જીવનનો એક હિસ્સો બનતું જાય છે. કોરોના જેવા જીવલેણ વાઇરસથી બચવા માટે સેનીટાઈજર અને માસ્ક આ બંને ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

સમગ્ર ગુજરાતમાં દારૂની હેરફેર ન થાય એ વાતની ખાસ કાળજી લેવામાં આવી રહી છે એવા માં અમદાવાદના પોલીસ અધિકારી એ દારૂ સાથેના એક ટ્રકને પકડી પડ્યું છે. પંજાબથી આવેલ એક ટ્રકમાં મોટા પ્રમાણમાં પોલીસે દારૂનો જથ્થો પકડી પાડ્યો.

પોલીસને જ્યારે આ ટ્રક વિશે સૂચના મળી હતી ત્યારે એમને આ ટ્રકને પકડી અને તેની જાંચ-પડતાલ શરૂ કરી હતી. સૌપ્રથમ પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણકે ટ્રકમાં સૌથી પહેલા તેમને સેનીટાઈજર અને તેલના ડબ્બા મળ્યા હતા. જીવન જરૂરિયાતની વસ્તુઓ પંહોચાડતા ટ્રકમાં જ્યારે પોલીસે સેનિટાઈજર અને તેલના ડબ્બા હટાવીને જોયું તો પાછળથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

કુલ 27 લાખ રૂપિયાના દારૂ સાથે 67 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે દારૂ સાથે પરમજીત સિંઘ શીખ, બલજીત સિંઘ શીખ અને જગતાર સિંઘ શીખ આમ કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને એમની સાથે હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 + 8 =

Back to top button
Close