ગુજરાતદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર

દ્વારકા જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે..

જિલ્લાના નાગરીકોએ સેવાસેતુ કાર્યક્રમ થકી સરકારના વિવિધ વિભાગોની 56 જેટલી સેવાઓનો લાભ મેળવ્યો..

નાગરીકોને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો સતત લાભ મળતો રહે અને વહિવટમાં કાર્યક્ષમતા, પારદર્શતા અને સંવેદનશીલતાને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નોનો નિકાલ અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે મળી રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક તાલુકા અને નગરપાલિકાઓમાં શહેરી તથા ગ્રામ્ય કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રી એમ.એ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સાતમા તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ વિભાગોની ૫૬ જેટલી સરકારી સેવાઓ કાર્યક્રમના સ્થળે ઉપલબ્ધ બનાવાઈ હતી. જે અન્વયે ખંભાળીયા તાલુકાના માધુપર ગામ અને ખંભાળીયા નગરપાલિકા તથા સલાયા નગરપાલિકા, ભાણવડ તાલુકાના મોરઝર ગામ, દ્વારકા તાલુકાના મોજપ ગામ અને કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામ તથા જામરાવલ નગરપાલિકા વિસ્તારના વિવિધ અરજદારોએ વિવિધ યોજનાઓને લાભ લીધો હતો.  આ કાર્યક્રમમાં દ્વારકા તાલુકાના મોજપ ખાતે કુલ ૫૮૨ અરજીઓ, જામરાવલ નગરપાલિકાના શ્રી રાવલ બ્રાંચ ખાતે કુલ ૯૫૦ અરજીઓ તથા ખંભાળીયા નગરપાલિકા ખાતે કુલ ૫૭૧ અરજીઓનો કરવામાં આવ્યો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 1 =

Back to top button
Close