વરવાળા ગામ માં આવેલ સેન્ટાન્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી મુદ્દે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે..

આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેન્ટાનસ સ્કૂલમાં આવેદનપત્ર વિદ્યાર્થી ઓને દિવસ સાતમા ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
દ્વારકા તાલુકામાં આવેલ વરવાળા ગામ પાસે સેન્ટાન્સ સ્કૂલ છેલ્લા કેટલા સમયથી કાર્યરત હોય અહીંયા અંગ્રેજી મીડીયમ ઈંગ્લીશ સ્કુલ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ના વાલીઓ આ સ્કૂલના આચાર્ય પાસે અવારનવાર વિવાદમાં રહ્યા છે. ત્યારે આજરોજ અખિલ ભારતીય વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા સેન્ટાન્સ સ્કૂલમાં આચાર્ય ને આવેદનપત્ર આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવેલું કે હાલમાં વરવાળા સેન્ટાન્સ સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણના નામે માત્ર પીડીએફ અને પીપીટી ફાઇલ મોકલવામાં આવે છે.
આ ફાઈલો જે મોકલવામાં આવે છે તેમાં વિદ્યાર્થીઓને કાંઈ સમજાતું નથી વિદ્યાર્થીઓની આ મામલે ફરિયાદ છે કે એલ.કે.જી તેમજ યુકેજી ફી રુપિયા ૧૪૫૦૦ લેવાય છે તેની સામે વિદ્યાર્થીઓને યોગ્ય સમજણપૂર્વક નું ભણતર મળવું જોઈએ તે મળી નથી રહ્યું જેમ ઓનલાઈન ઉપર મોબાઇલમાં બાળકોને ટીચર દ્વારા સમજણપૂર્વક શિક્ષણ આપવું જોઈએ તે શિક્ષણ આપવામાં આવતું ન હોય જેથી કરી વિદ્યાર્થીના વાલીઓમાં ઉગ્ર રોષ ની લાગણી ફેલાયેલી છે.
આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે જે વિદ્યાર્થીની હિતની સાથે સાથે દેશ હિત માટે કાર્ય કરતું સંગઠન છે તે છેલ્લા સિત્તેર વર્ષથી કાર્યરત છે. આ સમગ્ર ઘટના ની જાણ વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિશ્વ હિંદુ પરિષદને જાણ કરાતા તેમના અનુયાયીઓ દ્વારા આજરોજ વરવાળા ગામે સેન્ટાન્સ સ્કૂલમાં આચાર્યને એક આવેદનપત્ર આપી.
આ મામલે ઉગ્ર રોષ ઠાલવી જણાવેલ કે કે વિદ્યાર્થીઓને દિવસ સાતમા લેખિતમાં જાણ કરવી અને ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીને જે સમજાય તે મુજબ ચાલુ કરો અને વ્યાજબી ફી લઇ સેન્ટાન્સ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને મદદરૂપ થવું ન્યાય મળે તેવી અપેક્ષા સાથે એક ચીમકી પણ આપેલી છે તે જુઓ દિવસ સાતમા અમારી માગણીને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવેલી છે