નબળા વૈશ્વિક સંકેતોના પગલે સેન્સેક્સ ૫૩૯ અંક ઘટ્યો

- નિફ્ટી ૧૧૪૦૦ની નીચે; કોટક મહિન્દ્રા, SBIના શેર ઘટ્યા
- કોટક મહિન્દ્રા, , એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા
- મારૂતિ સુઝુકી, ભારતી ઈન્ફ્રાટેલ, બ્રિટાનિયા, સિપ્લા, મારૂતિ સુઝુકીના શેર વધ્યા
નબળા ગ્લોબલ સંકેતોના પગલે ભારતીય શેરબજારો આજે ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ ૫૩૯ અંક ઘટીને ૩૮૫૪૧ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૧૬૦ અંક ઘટીને ૧૧૩૬૬ પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, એસબીઆઈ, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા ૨.૫૫ ઘટીને ૧૩૬૧.૦૦ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે એસબીઆઈ ૨.૪૯ ટકા ઘટીને ૨૦૭.૮૫ પર કારોબાર કરી રહ્યો છે. જોકે મારૂતિ સુઝુકી, ભારતી ઈન્ફ્રાટેલ, બ્રિટાનિયા, સિપ્લા અને મારૂતિ સુઝુકી સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મારૂતિ સુઝુકી ૦.૦૭ ટકા વધીને ૭૭૦૬.૩૦ પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ ૪.૧૬ ટકા વધીને ૨૨૭.૬૦ પર કારોબાર કરી રહ્યો છે.
આ પહેલા ગુરુવારે સેન્સેક્સ ૯૫ અંક ઘટીને ૩૮૯૯૦.૮૪ પર અને નિફ્ટી ૮ અંક ઘટીને બંધ થયો હતો. ગઈકાલે સવારે સેન્સેક્સ ૮૦ અંક વધી ૩૯,૧૬૫.૮૦ પર અને નિફ્ટી ૩૧ અંક વધી ૧૧૫૬૬.૨૦ પર ખુલ્યો હતો. ગઈકાલે કેટલાક બેન્કિંગ સ્ટોક્સમાં ઘટાડો રહ્યો, જેમાં આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્કના શેર સામેલ હતા. નિફ્ટી પર ભારતી ઈન્ફ્રાટેલનો શેર ૧૧ ટકા અને ગ્રાસિમનો શેર ૭ ટકાથી વધુ વધારા સાથે બંધ થયો હતો.
ગુરુવારે વિશ્વના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ ૨.૭૮ ટકા ઘટાડા સાથે ૮૦.૭૭ અંક વધી ૨૮,૨૯૨.૭૦ પર બંધ થયું હતું. જ્યારે બીજું અમેરિકાન બજાર નેસ્ડેક ૫.૨૩ ટકા ઘટીને ૬૪૯.૧૮ અંક ઘટી ૧૧,૭૭૧.૪૦ પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી ૩.૫૧ ટકા ઘટાડા સાથે ૧૨૫.૭૮ અંક ઘટી ૩,૪૪૫.૦૬ પર બંધ થયું હતું. બીજી તરફ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ૧.૩૮ ટકા ઘટાડા સાથે ૪૬.૮૪ અંક ઘટીને ૩૩૩૮.૧૪ પર બંધ થયો હતો. ઈટાલી, જર્મની અને ફ્રાન્સનું બજાર પણ ઘટાડા સાથે બંધ થયું હતું