
ગઈકાલે પોરબંદર જિલ્લાની અંદર આ એક મોટો બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ખારવાવાડના મીરાપીર વિસ્તારમાં લાલજીભાઈ હીરાભાઈ પાંજરીની ઓફિસ સામે રોડનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મશીન અચાનક પોરબંદર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખની ઓફિસમાં ઘૂસી ગયું હતું.

રસ્તા પર કામ કરતાં જેસીબી અચાનક ઓફિસની દીવાલ તોડીને ઘૂસી જતાં એ જોવા માટે લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. જો કએ જોગાનુસાર આ ઘટના બની ત્યારે ઓફિસમાં કોઈ હજાર હતું નહીં તેને કારણે કોઈ જાનહાનિ થતાં બચી ગઈ છે પણ ઓફિસની દીવાલ અને ફર્નિચરને ઘણું મોટું નુકશાન થયું છે.

એવું નથી કે બેદરકારીનો આ એક જ કિસ્સો બન્યો હોય પણ પોરબંદરની અંદર ફેબ્રુઆરી મહિનામાં જેસીબી મશીને એક બાળકીને કચડી નાખી હતી. મજૂરી કરીને ગુજરાન ચલાવતા પપુલાલ બહાદુર મહીડા નામના યુવાનની 3 વર્ષની દીકરી જ્યાં રોડ પર કામ ચાલું હતું ત્યારે રમી રહી હતી.

આ દરમિયાન જેસીબીના ચાલકે બેદરકારી દાખવીને જેસીબી ચલાવતા બાળકીને અડફેટે લીધી હતી. બાળકીને માથામાં ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયું હતું.

આ સાથે જ જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના કેસની સંખ્યા 496 પર પહોંચી છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાથી કુલ 44 લોકોનાં મોત નોંધાયા છે.