રાષ્ટ્રીય
હાથરસ પીડિતાના પરિવારની સુરક્ષા વધારાઈ,CCTV લગાવાયા

હાથરસ કેસમાં પીડિતાના પરિવારની સુરક્ષા માટે સતત થઈ રહેલી માંગણી બાદ હવે વહિવટીતંત્રે પીડિતાના ઘરની સામે મેટલ ડિટેક્ટર લગાડી દીધુ છે.પરિવારના ઘર તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં પીડિતાના પરિવારની સુરક્ષાને લઈને ઉઠેલા મુદ્દા બાદ સરકાર હરકતમાં આવી છે.પરિવારના ઘરમાં સીસીટીવી પણ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.અહીંયા આવનાર દરેક મુલાકાતીએ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવુ પડશે.પીડિતાના પરિવારને મળવા આવનાર વ્યક્તિની સઘન તપાસ કરવામાં આવશે અને એ પછી જ મુલાકાતની મંજુરી મળશે. રાજ્ય સરકારે પીડિતાના પરિવારના દરેક સભ્યની સુરક્ષા માટે બે પોલીસ કર્મીઓની નિમણૂંક કરી છે.