રાષ્ટ્રીય

ભારતમાં પ્રાણીઓ પર વેકિસનની બીજી ટ્રાયલ સફળ.

દેશમાં કોરોના સંક્રમણના કેસ વધી રહયા છે તે દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે. સ્વદેશી વેકિસનની બીજા ચરણની જાનવરો પરનું પરીક્ષણ સફળ રહયું છે. અને હવે ત્રીજા ચરણના પરીક્ષણની મંજુરી આપવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે દેશમાં કોરોના સંક્રમણના સતત કેસો વધી રહયા છે. ત્યારે દેશમાં ચિંતાનો માહોલ છે. આ તનાવના માહોલ વચ્ચે ગુડ ન્યુઝ એ આવ્યા છે કે ભારત બાયોટેકે જાહેરાત કરી છે કે કોવેકિસન નું જાનવરો પર પરીક્ષણ સફળ રહયું છે.

જાણવા મળતી વિગત મુજબ વેકિસન માનવેતર સસ્તન પ્રાણીઓમાં સર્વોચ્ચ શ્રૈણીના જીવ (વાનર, ચામાચિડિયુ ) પર અભ્યાસના પરિણામોથી વેકિસનની પ્રતિરક્ષા ક્ષમતા પતો લાગે છે. કંપનીએ જણાવ્યું હતું કે ‘વેકિસન’ વાનરોમાં વાઇરસ પ્રત્યે એન્ટી બોડીઝ વિકસિત કરી હતી.

કહેવામાં આવ્યું છે કે કોવેકિસન ના પશુ અધ્યયનના પરિણામોની જાહેરાત કરે છે. હૈદ્રાબાદ સ્થિત ફર્મે ટવીટ કર્યું હતું કે ભારત બાયોટેક ગૌરવથી કોવેકિસનના પશુ અધ્યયના પરિણામોની જાહેરાત કરે છે.

ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેક, ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઇસીએમઆર) સાથે મળીને કોરોનાની વેકિસન કોવેકિસન બની રહી છે. પ્રાણી પર સફળતાને પગલે હવે આ વેકિસન માટે ત્રીજી ટ્રાયલની મંજુરી મળી છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની કોરોના વેકિસીનના તબકકા-ર અને 3 ની ટ્રાયલમાં નવા દર્દીની ભરતી અટકાવી દીધી છે. ડીસીજીઆઇએ આદેશ જાહેર કર્યો છે. આગામી આદેશ સુધી ટ્રાયલ માટેે કોઇ નવા દર્દીની ભરતી ન કરવી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 4 =

Back to top button
Close