ગુજરાત

દિવાળી સુધી શાળાઓ નહીં જ ખૂલે, ગુજરાત સરકારે લીધો આ મોટો નિર્ણય …

  • દિવાળી સુધી શાળાઓમાં બાળકો ભણવા માટે નહીં જઈ શકે
  • કોરોનાનું જોર જો દિવાળી પછી ઓછું થઈ ગયું હશે તો સરકાર આપશે મંજૂરી

ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પહેલા શાળાઓ શરૂ નહીં થાય. 

છેલ્લા ઘણા દિવસોથી લોકો અલગ અલગ વાતો બનાવી રહ્યા હતા. અને સાથે જ શાળા ખૂલી જવાની અફવાઓ પણ ઉડવા લાગી હતી પણ અંતે આજે ગુજરાત સરકારે તેનો આખરી નિર્ણય સંભળાવી દીધો છે.

કોરાનાને કારણે સ્કૂલો લાંબો સમય સુધી બંધ રહેતાં શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન કરાઈ રહ્યું છે.આજે થયેલી શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ અને નક્કી થયું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખુલશે નહીં.

દિવાળી પછી કોરોનાનો જોર જો ઓછો પડ્યો હશે તો શાળા ખોલવાનું વિચારવામાં આવશે. ગુજરાત રાજ્યમાં 16 માર્ચથી શાળાઓ બંધ કરાવી દેવામાં આવી હતી. ત્યારથી કોરોના સંક્રમણ લગાતાર વધતું ગયું છે અને છેલ્લા 6 મહિનાથી શાળાઓ બંધ પડી છે. હવે  ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે. જેને કારણે રાજ્યના લાખો વાલીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે.

જો દિવાળી પછી શાળા શરૂ થઈ પણ ગઈ તો બાળકોએ દરેક કોરોના સંબંધિત ગાઈડલાઇનનું પાલન કરવાનું રહશે અને એ વાતનું ધ્યાન શાળાના સ્ટાફ દ્વારા લેવામાં આવશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close