રાષ્ટ્રીય

વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની તંદુરસ્તી માટે સાવરકુંડલા ખાતે જપ શરૂ કરાયા છે…

કોરોના વાઇરસનું સંક્રમણ રાજ્ય, દેશ સહિત સમગ્ર વિશ્વમાં ખુબ જ વધી રહ્યું છે અને વાઇરસની હજુ સુધી કોઈ અસરકારક રસી શોધાઈ શકી નથી. અત્યારે તો માસ્ક પહેરવું એ જ વેક્સિન છે. આમ છતાં ઘણા લોકો બેદરકારી દાખવી પોતાની જાતને અને પરિવારને પણ જોખમમાં મૂકે છે. રાજ્યમાં સામાન્ય માણસથી લઈને રાજકારણીઓ, સાધુ-સંતો કોરોનાની ઝપેટે લાગી ગયા છે.

હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર ચાલી રહી છે અને તેમની સાથે જોડાયેલા લોકો, પ્રશંસકો, અનુયાયીઓ તેઓ સ્વસ્થ થાય તેવી પાર્થના કરી રહ્યા છે.જીગ્નેશ દાદા ના જીવન વિશે વાત કરીએ.આજે કોઈને પૂછવામાં આવે છે કે ગુજરાત ના પ્રખ્યાત કલાકાર કોણ છે એ કહેશે મેં જીગ્નેશ દાદા.આજે જીગ્નેશ દાદા નું ગુજરાત માં ખૂબ મોટું નામ બની ગયું છે.જીગ્નેશ દાદા એક પ્રખ્યાત ગુજરાતી વાર્તાકાર છે.આજે ફક્ત ગુજરાત માં જ નહીં પણ વિદેશ માં પણ એમનું નામ બની ગયું છે.

વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની નાદુરસ્ત તબિયતને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જગવિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની સ્વાસ્થ્ય ખરાબ થઈ છે, જેના કારણે હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર કરાઈ રહી છે.હાલ જગવિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાના સ્વાસ્થ્યને ધ્યાને લઇ મહામૃત્યુંજય મંત્રના જપ યજ્ઞ શરૂ કરવામાં આવ્યા છે. મંત્ર શક્તિમાં અદભૂત તાકાત છે એ આધારે મહામૃત્યુંજય જાપ તેમના અનુયાયીઓ દ્વારા શરૂ કરાયા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 − 3 =

Back to top button
Close