રસ્તા વચ્ચે જોવા મળ્યા WWE ફાઈટ જેવા દૃશ્યો, હોમગાર્ડ જવાનને યુવકોએ હેલ્મેટથી ફટકાર્યો

અરવલ્લી : સનસિટી જોધપુર માં ગુરુવારે WWE ફાઇટ જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. આ ફાઇટ પહેલવાનોની વચ્ચે કોઈ અખાડામાં નહીં, પરંતુ જોધપુરમાં રસ્તા પર હોમગાર્ડ ના જવાન અને યુવકો વચ્ચે થઈ હતી. તેમાં યુવકોએ હોમગાર્ડના જવાનને પાણીથી ભરેલા ટબમાં ધકેલી દીધો અને પછી હેલ્મેટથી. માર્યો. યુવકો દ્વારા હોમગાર્ડ જવાનને મારવાની ઘટનાનો હોબાળો જોઈને ત્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું. આ મામલામાં બે યુવકોની પોલીસ એ અટકાયત કરી દીધી છે. એકત્ર થયેલા કેટલાક લોકોએ આ હોબાળાનો વીડિયો બનાવી દીધા હતા. જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.ઘટના જોધપુર માં સવારે રાતાનાડા પોલીસ સ્ટેશનની હદના ભાસ્કર ચાર સસ્તા પર બની. ભાસ્કર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસની સાથે તૈનાત હોમગાર્ડ જવાની બાઇક ચાલક બે યુવકો સાથે કોઈ વાતને લઈ માથાકૂટ થઈ ગઈ. જોતજોતામાં આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો. આ મારામારીમાં યુવકોએ હોમગાર્ડ જવાનને એક હોટલની આગળ મૂકેલા પાણી ભરેલા ટબમાં ધકેલી દીધો. ત્યારબાદ તેની પર હેલ્મેટથી જોરદાર હુમલો કરી દીધો. આ દરમિયાન ત્યાં ઝઘડો જોવા મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ, પરંતુ કોઈ તેમને છોડાવવા માટે આગળ આવ્યું નહીં.પોલીસે મારામારી કરનારા બે યુવકોની કરી અટકાયત બાદમાં ટ્રાફીક પોલીસકર્મી ત્યાં દોડીને આવ્યો અને તેને હોમગાર્ડને છોડાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ યુવકોએ પોલીસકર્મીની હાજરમાં પણ હોમગાર્ડને મારવાનું ચાલુ રાખ્યું. બાદમાં માંડ-માંડ તેમને અલગ કરી શકાયા.ઘટનાની જાણ રાતાનાડા પોલીસ સ્ટેશનને કરવામાં આવી. યુવક અને હોમગાર્ડે એક બીજા પર ગેરવર્તણૂંકના આરોપ લગાવતા રહ્યા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ યુવકો અને હોમગાર્ડને પોલીસ સ્ટેશન લઇ ગઈ. પોલીસે બંને યુવકોને લોકઅપ માં લઈ લીધા. ટ્રાફિક પોલીસ તરફથી યુવકોની વિરુદ્ધ કેસ નોંધવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, જોધપુરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના મામલાને લઈ પોલીસ અને પબ્લિક વચ્ચે અનેકવાર ઘર્ષણ થતું રહે છે.
This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this