SBI: મહત્ત્વના સમાચાર

18 સપ્ટેમ્બરથી બદલાઈ જશે ATMમાંથી કેશ વિડ્રો કરવાનો નિયમ
OTP આધારિત ATM કેશ વિડ્રોઅલની સુવિધા SBI ATM પરથી 18 સપ્ટેમ્બરથી લાગુ થશે.
બેન્કે OTP આધારિત ATM વિડ્રોઅલ સુવિધાને 24×7થી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
લોકડાઉન દરમિયાન ATM ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે.
પૈસા કઈ રીતે વિડ્રો કરી શકાશે ?
શુક્રવારથી જો તમે 10 હજાર કે એનાથી વધુ પૈસા વિડ્રો કરવા ATMમાં જાઓ છો તો તમને કાર્ડ અને અમાઉન્ટ એન્ટર કર્યા પછી બેન્ક તરફથી રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP મોકલવામાં આવશે. આ OTPને ડેબિટ કાર્ડના પિન સાથે એન્ટર કરવાનો રહેશે, ત્યારે તમે ATMમાંથી પૈસા વિડ્રો કરી શકશો.
SBI ના ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધુ રકમ વિડ્રો કરવા માટે દિવસે પણ OTPની જરૂર પડશે. અત્યારસુધી રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી 10 હજાર કે એનાથી વધુ રકમ વિડ્રો કરવા પર જ OTPની જરૂર પડતી હતી. બેન્કે 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ કર્યો હતો. આ અંતર્ગત 10 હજાર રૂપિયા કે એનાથી વધુ રકમ વિડ્રો કરવા પર OTP બેઝ્ડ કેશ વિડ્રોઅલને રાતે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે.
સમગ્ર દેશમાં 22,000થી વધુ બ્રાન્ચ
દેશની સૌથી મોટી બેન્ક SBIની સમગ્ર દેશમાં 22 હજારથી વધુ બ્રાન્ચ છે. SBI 30થી વધુ દેશોમાં પણ છે. SBIના 6.6 કરોડથી વધુ ગ્રાહક મોબાઈલ બેન્કિંગ અને ATMની સુવિધાનો ઉપયોગ કરે છે.