
સૌરાષ્ટ્રનું હરહમેંશ ધબકતું શહેર એટલે કએ આપણું રંગીલું રાજકોટ કોરોના મહામારીને કારણે ફિક્કું પડી ગયું છે. શહેરમાં અનલૉકમાં ન ફક્ત કોરોનાના કેસ વધ્યા પરંતુ મૃત્યુની સંખ્યા અચનાક વધી ગઈ હતી.

રાજકોટમાં ધીરે ધીરે કોરોનાનું કહેર વધતું જાય છે. આજે રાજકોટમાં વધુ 45 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે.

જ્યાં સુધી પોજીટીવ કેસની વાત છે ત્યાં સુધી હજુ ઠીક છે પણ હવે ધીરે ધીરે રાજકોટમાં કોરોના સંક્રમિત દર્દીઓનો મૃત્યુ આંક પણ વધતો જાય છે. રાજકોટમાં રામનાથપરા અંતિમ સંસ્કારધામમાં ગુરૂવારે રાત્રે 12.00 વાગ્યાથી શુક્રવારે સવારે 11.00 વાગ્યા સુધીમાં 12 કલાકમાં 14 અંતિમ સંસ્કાર કોવિડની ગાઇડલાઇન મુજબ થયા છે.દરમિયાન છેલ્લા 5 દિવસમાં જ 100 કરતા મૃત્યુ થતા કોરોનાએ મોતનું તાંડવ કર્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. રાજકોટ આજકાલ કોરોનાના કબ્રસ્તાન જેવું બની ગયું છે.

રાજકોટમાં કોરોનાના કેસ અને તેના દ્વારા થતી મૃત્યુને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય અગ્રસચિવ અને સિનિયર ડોક્ટરોની ટીમે છેલ્લા 4 દિવસથી રાજકોટમાં ધામા નાખ્યા છે.