
કોરોનાનું કહેર ગુજરાતમાં વધતું જાય છે એવામાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પોજીટીવ કેસ રાજકોટ શહેરમાં આવી રહ્યા છે . જેમ જેમ પોજીટીવ કેસોની સંખ્યામાં વધારો થતો જાય છે એમ એમ હોસ્પિટલોમાં બેડ ઓછા પાડવા લાગ્યા છે, સારવાર માટે લોકો જ્યારે હોસ્પિટલે પંહોચે છે ત્યારે એમને ત્યાં જગ્યા મળી શકતી નથી.

એવામાં રાજકોટમાં દર્દીઓ માટે બેડની વ્યવસ્થા ઉભી કરવા માટે રાજકોટની કેન્સર હોસ્પિટલમાં 200 બેડની સુવિધા વાળુ કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. કોરોનાના દર્દીઓને સારી સારવાર મળી રહે એ માટે આ સુવિધા ઊભી કરવામાં આવી છે.

સાથે જ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આવ્યું છે કે 2022 પહેલા રાજકોટ ખાતે સૌરાષ્ટ્રની સૌથી પહેલી સારી એવી હોસ્પિટલ AIIMSનું લોકાર્પણ થઈ જશે. AIIMS બનવાથી સૌરાષ્ટ્રના દરેક લોકોને ઉચ્ચ તબીબી સેવાઓ મળી રહશે.

વિજયરૂપાણી જણાવ્યું કએ AIIMS માટેના ફંડની ફાણવણી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ AIIMSના નિર્માણનું કરી પૂરજોશમાં શરૂ થઈ જશે. વર્ષ 2022 સુધીનો ટાર્ગેટ ગુજરાત સરકારે રાખ્યો છે. 2022 સુધી સૌરાષ્ટ્ર પાસે પોતાની એક ઉચ્ચ તબીબીનીઓ સુવિધાવાળી હોસ્પિટલ હશે.