દ્વારકા ના મીઠાપુર ના શતિષભાઇનો અનોખો શોખ કાગડા પાળવાનો..

દરરોજ સમય થતા કાગડાઓ જમવા આવી પહોચે છે..
આમ તો કાગડાઓ એક ચતુર પક્ષી માનવામાં આવે છે.જે કોઈ પણ નો ભરોસો કરતા નથી પરંતુ દ્વારકાનાં મીઠાપુરમા ટાટા કેમિકલ્સનાં કર્મચારી સતીષ ભાઈને હાથ એ કાયમી ત્રીસ જેટલા કાગડાઓ વારા ફરતી આવી અને ભોજન કરે છે.
હાલ શ્રાદ્ધનાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે લોકો પિતૃ સુધી ભોજન પહોંચે તે માટે કાગડાઓને પિતૃ માની કાગડાઓને કાગ કાગ કરીને બોલાવતા હોય છે. ત્યારે દ્વારકાનાં મીઠાપુર ટાટા કેમિકલ્સના એક કર્મચારી સતીષ ત્રિવેદીનો ચતુર કાગડાઓ સાથે નો 365 દિવસ ની
એક અનોખો નાતો રિશ્તો બન્યો છે. સતીષ ભાઈ સતત છેલ્લા 12 થી પણ વધારે વર્ષોથી કાગડાઓને દરરોજ ભોજન કરાવે છે. પરંતુ જો કોઈ દિવસ કાગડાઓને ભોજન મોડું મળે કે અન્ય કોઈ કારણ હોય ત્યારે કાગડાઓ તેઓ પર ગુસ્સો જાહેર કરે છે અને સતીષભાઈ પર ચરક મૂકી અથવા કા કા કરી ગુસ્સો વ્યક્ત કરે છે. પરંતુ સતીષ ભાઈ કહે છે કે મારો કાગડાઓ સાથે એવો અનોખો નાતો છે કે તેઓ મારા હાથ તથા માથા પર બેસી અને રમતા પણ હોય છે.અને મને કાગડાઓને ભોજન કરાવી અને પિતૃઓનું કાર્ય કરી અને 365 દિવસ આનંદ સાથે મનને શાંતિ મળે છે. અને શતિષભાઈની કાગડા સાથેની મૈત્રી શહારભરમાં પ્રખ્યાત છે. આ મૈત્રી જોવા બાળકોથી લઈને વડીલો પણ જોવા આવે છે. પરંતુ કાગડો ચતુર પક્ષી છે, જો તેને કાંઇ અજગતુ લાગે તો ઝાડ પર બેઠા રહે છે, નીચે આવતા નથી. પણ જો શતિષભાઇ બોલાવે તો તુરંત આવી જમવા લાગે છે. અને આજના સમયમાં જ્યા પક્ષીઓ લુપ્ત થતા જાય છે. ત્યા આટલી સંખ્યામાં કાગડા જોઇ મન આનંદીત થાય છે.