ગુજરાત
સરિતા ગાયકવાડ હવે પોલીસ વિભાગમાં બજાવશે ફરજ,

દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ટ્વીટ કરીને સરિતાને અભિનંદન આપ્યા છે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પોતાના ટ્વીટમાં લખ્યુ- ‘ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮ મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન’.