ગુજરાતટ્રેડિંગમનોરંજન

સાંત્વનીનું નવું ગીત “મારુ મન મોહી ગયું” થયું રીલીઝ, ગીતના શબ્દો નવા સાંભળવા મળશે.

જૂના ગીતોને નવી રીતે પ્રસ્તુત કરવામાં સાંત્વની ત્રિવેદી હંમેશા અવ્વલ રહી છે. સાંત્વની ત્રિવેદી એ લોકગીત દ્વારા ખૂબ મોટી સફળતા હાંસલ કરી છે. અને તેમના લોકગીતો દર્શકોને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. જ્યારે સાંત્વની ત્રિવેદીનું નવું ગીત “મારુ મન મોહી ગયું” આવી ગયું છે. આ ગીત જાઝ ડિજિટલ મીડિયા પર રિલિઝ થઈ ગયું છે. આ ગીતનું સંગીત આકાશ પરમારે આપ્યું છે. જ્યારે આ ગીતના શબ્દો વિરલ ઠાકરએ લખ્યા છે. જ્યારે નિરવ પરમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે. સાંત્વની ત્રિવેદીનું “મારુ મન મોહી ગયું”નું નવું વર્જન તદ્દન નવા પ્રકારે રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે આ ગીતના શબ્દો પણ અલગ જોવા મળશે. સાંત્વની લોકગીતો માટે જાણીતી છે. અને તેમના દરેક લોકગીતોમાં તમને અલગ અલગ સ્થળો વિશેનો પરિચય થશે આ ગીતમાં પણ તમને પાવાગઢની તળેટીની સુંદર જગ્યા જોવા મળશે. આ અગાઉ સાંત્વની ઘણા અલગ અલગ સ્થળો પર ગીત બનાવી તે સ્થળોને લોકપ્રિય કર્યા છે.

હાલમાં જ સાંત્વનીને યુટ્યુબ દ્વારા સિલ્વર બટન આપવામાં આવ્યું છે. અને ગુજરાતના ટોપ 10 યુટ્યુબરમાં સ્થાન મેળવ્યું. સાંત્વનીએ નાની ઉંમરમાં ખૂબ મોટી સફળતા મેળવી. હાલ સાંત્વની યુટ્યુબ ચેનલ 2 લાખ સબસ્ક્રાઈબર્સ એ પહોચવા આવી છે.

હાલ આ ગીત 9 કલાક જ માં 15 હજારથી વધુ વ્યૂ મળ્યા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one + 15 =

Back to top button
Close