આવા કોરોના વોરિયર્સને છે સલામ, ફરજના નામે પરિવારને મળ્યા વિના જ આ ઇન્સ્પેક્ટર….

ચીનથી એક વાઇરસ નીકળીને આખી દુનિયામાં તબાહી મચાવવા લાગ્યો હતો ત્યારે ભારતમાં એ વાઇરસની શરૂઆત થઈ હતી. 3 માર્ચના રોજ રાજસ્થાનના જયપુર શહેરમાં રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સમાં સાંજે ઘણા કોરોના શંકાસ્પદ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. ધીરે ધીરે આ સમાચાર લોકો સુધી પંહોચવા લાગ્યા અને ફક્ત 24 કલાકની અંદર આઠ માળની હોસ્પિટલ ખાલી થઈ ગઈ હતી. એક અઠવાડિયાની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કએ પોલીસ બોલાવવાની ફરજ પડી ગઈ હતી.
10 એપ્રિલે સબ ઈન્સ્પેક્ટર સુંદરલાલને ટીમ સહિત RUHSમાં પંહોચી હતી અને તેમની ડ્યૂટી એ જગ્યાએ માત્ર 14 દિવસ પૂરતી જ હતી. પણ કોરોનાની ગંભીર સ્થિતિનું નિર્માણ થતાં તેમની આ ડ્યૂટી લગભગ પાંચ મહિના લંબાઈ ગઈ. આ પાંચ મહિના દરમિયાન એમને અને એમની આખી ટીમે રોનાથી જીવ ગુમાવનાર 430 લોકોના અંતિમ સંસ્કાર કર્યા. સાજા થઈ ચુકેલા લોકોને ઘરે પહોંચાડ્યા. ક્યારેક પોતે લઈ જતા તો ક્યારેક ભાડુ આપીને લઈ જતા હતા.

હાલ એક અઠવાડિયા પહેલા સબ ઇન્સ્પેક્ટર સુંદરલાલ પાંચ મહિના પછી પરત ફર્યા હતા. એક મીડિયા ઇંટરવ્યૂ દરમિયાન એમને તેને આ પાંચ મહિનાના અનેક કપરા અનુભવોની કહાની સંભળાવી હતી. . 20 એપ્રિલે એમના લગ્નની વર્ષગાંઠ હતી પણ પત્નીને મળી તો શક્યો નહીં. તેમને ગિફ્ટમાં માસ્ક, સેનેટાઈઝર, એલોવેરા જ્યુસ મોકલ્યા તો મીડિયામાં સમાચાર બની ગયા હતા. તેની પત્ની કહ્યું હતું કે થોડા સમય માટે રાજ્ય લઈને ન આવતા ડ્યૂટી પૂરી કરીને જ ઘરે પરત ફરજો.
તેની ફરજ બજાવતા સમયે તેને ઘણા કપરા અનુભવો જોયા હતા. કોઇની ૫ વર્ષની છોકરી તેના પિતાની આંખ સામે મૃત્યુ પામી હતી તો કોઈ દીકરીના પિતા દીકરી સામે જ આંખ મીચી ગયા હતા.

કોઈ પોતાના પરિવારને હોસ્પિટલમાં દાખલ કરીને હોસ્પિટલ રજીસ્ટરમાં ખોટા ફોન નંબર લખાવીને ઘરે ચાલ્યા જતાં હતા. જ્યારે જ્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી મૃત્યુ પામે ત્યારે તેના ઘરના સદસ્યોને ફોન કરીને જાણકારી આપતા ત્યારે ખબર પડતી કે એમના નંબર જ નથી એ.
આવા કેટલાય લોકોને ઇન્સ્પેક્ટર સુંદર અને તેની ટીમ પોતે સ્મશાને લઈ ગયા હતા. એવી પરિસ્થિતિ વચ્ચે એવા સબંધો પણ જોવા મળ્યા હતા જેને જોઈને આંખો ભીની થઈ જતી હતી. એક 63 વર્ષની મહિલા કોરોના પોઝિટિવ હતી. માતાને એકલા મુશ્કેલી ન પડે એટલા માટે વકીલ દીકરો કોરોના નેગેટિવ આવ્યા છતા માતા પાસે 24 કલાક વોર્ડમાં રહેતો હતો. જ્યાં સુધી માતાને સારું ન થઈ ગયું, દીકરો માતા સાથે જ રહ્યો. માતા રિકવર થયા બાદ માતા-દીકરો સાથે ઘરે ગયા હતા. ઇન્સ્પેક્ટર અને તેની ટીમ જ તેમને ઘર સુધી છોડવા ગઈ હતી.