ગુજરાતલાઈફસ્ટાઇલસૌરાષ્ટ્ર

સલામ- કોરોના વાઇરસ હોય કે આગની લપેટો જીવ આ હોસ્પિટલના વોરિયર્સ જ બચાવશે..

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયની વચ્ચે ઘણીવાર હોસ્પિટલમાં આગ લાગી હોય એવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં આને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.અમદાવાદમાં આવેલ નવરંગપુરા વિસ્તારની શ્રેયસ હોસ્પિટમાં આગ લાગતાં કોવિડ-19ના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારપછી જામનગર તેમજ ત્યારબાદ વડોદરામાં પણ હોસ્પિટલમાં આગ લાગી હતી.

Indian-American man killed in firing at US motel - The Statesman

જેને લીધે તંત્રની આંખ ઉઘડી ગઇ હતી તેમજ રાજ્યની બધી જ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો હુકમ આપી દેવામાં આવ્યો હતો.વડોદરામાં આવેલ સયાજી હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં 3 દિવસ પહેલાં વેન્ટીલેટરમાં આગ લાગી હતી. જેને લીધે દર્દીઓને સુરક્ષિત રીતે કેવી રીતે બહાર કાઢી શકાય તેમજ આગને કેવી રીતે નિયત્રણમાં લાવી શકાય એ માટેની ટ્રેનિંગ પણ અગાઉ યોજવામાં આવી હતી.

આગને કારણે કર્મચારીઓને આ ટ્રેનિંગનો ખૂબ લાભ મળ્યો હતો. જેને લીધે પાલિકાનાં ફાયરબ્રિગેડ દ્વારા આજે કેટલીક કોવિડ-19ની હોસ્પિટલોનાં કર્મચારીઓને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ આપવામાં આવી હતી.વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આજે બપોરે શહેરની કેટલીક ખાનગી હોસ્પિટલોનાં કુલ 30% કર્મચારીઓને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

Noida fire: DU student among dead, firm's director missing

જેમાં આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચે એની પહેલા પ્રાથમિક આગ બુઝાવવાની પદ્ધતિ તેમજ દર્દીઓને સલામત રીતે સ્થળાંતર કરવાની પદ્ધતિ બાબતે ટ્રેનિંગ આપવામાં આવી હતી.આની ઉપરાંત પ્રિવેન્શન, ઈવાક્યુએશન, ઈવાક્યુએશનની ઘણી પદ્ધતિઓ તથા ડ્રિલ, એસેમ્બલી પોઈન્ટ, ટીમ વર્ક, વેન્ટીલેટર, ઓક્સિજન, બિહેવીયર ઓફ સ્મોક, સ્ટ્રેચર, સીલિન્ડર સીસ્ટમ, વ્હિલચેર, મીન્સ ઓફ એસ્કેપ તેમજ ઈન્સ્પેક્શન રીપોર્ટ જેવાં વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. જેમાં કેટલીક હોસ્પિટલોનાં કુલ 500 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven + 17 =

Back to top button
Close