રાજકારણ
સૌ પ્રથમ વખત ટ્રિપલ તલાક માટે સુપ્રિમ કોર્ટ જનાર સાયરા બાનો જોડાયા ભાજપમાં

ટ્રિપલ તલાકની પ્રથા સામે સૌથી પહેલા અવાજ ઉઠાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર સાયરા બાનો નામની મહિલા હવે ભાજપમાં સામેલ થઈ ગઈ છે.
ઉત્તરાખંડની સાયરા બાનો નામની મહિલાએ 2016માં ટ્રિપલ તલાક સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી.જેના પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો.એ પછી કેન્દ્ર સરાકરે ટ્રિપલ તલાક સામે કાયદો બનાવ્યો હતો. ત્યારથી સાયરા બાનો દેશમાં લોકપ્રિય બની હતી.

હવે તેઓ ભાજપમાં સામેલ થયા છે. તેમણે MA અને MBA કર્યુ છે. શાયરાને પાર્ટીમાં સામેલ કરીને ભાજપ લઘુમતી સમુદાય પર પ્રભાવ ઉભો કરવાનો પ્રયાસ કરશે. સાયરાએ કહ્યુ હતુ કે, હું ભાજપની નીતિઓથી પ્રભાવિત છું.પાર્ટીની નીતિ લોકો અને રાષ્ટ્રના હિતમાં છે. પાર્ટી મને જે જવાબદારી આપશે તે હું સારી રીતે નિભાવીશ.