
છત્તીસગઢના કોન્ડા ગામ જિલ્લામાં આવેલા એક ગામડામાં સગીરા પર સાત જેટલા હરામખોરો એ સામૂહિક દુષ્કર્મ કર્યુ હતું અને ત્યાર બાદ સગીરાએ આપઘાત કરી લીધાની હિચકારી ઘટના બહાર આવી છે.
આ સગીરાના પિતાએ આપઘાત નો પ્રયાસ કયર્િ બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. એવું પણ બહાર આવ્યું છે કે ગત 20મી જુલાઈના રોજ સગીરાએ આપઘાત કરી લીધો હતો અને તે પહેલા તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે ભયંકર માનસિક પીડા અનુભવી રહી હતી.
પોલીસના જણાવ્યા મુજબ એક ગામમાં લગ્ન સમારોહમાં સગીરા ગઈ હતી અને તે પ્રસંગે સાત જેટલા યુવકોએ તેને નિર્જન સ્થળે લઇ જઇ ને કલાકો સુધી તેની સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હતું અને સગીરા બેહોશ થઈ ગઈ હતી.
પોલીસે કહ્યું હતું કે આ સાત પૈકી બે શખ્સો વધુ પડતો દારૂ પી ગયા હતા અને પોતાના વશમાં ન હતા અને આવી હાલતમાં એ લોકો રાત્રીના સમયે જંગલ વિસ્તારમાં આ સગીરાને ધરાર ખેંચી ગયા હતા અને ત્યારે આ બનાવ બન્યો હતો.
એવો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે કે સગીરાના પિતાએ આપઘાત નો પ્રયાસ કયર્િ બાદ પોલીસને શરમ આવી હતી અને મોડે-મોડે તેમણે આ બનાવની ફરિયાદ નોંધી હતી.
આ ઘટનાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ ગઈ હતી અને જાહેરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને પોલીસની આકરી ટીકા કરવામાં આવી રહી હતી.