ગુજરાત

સાબરકાંઠા LCB એ ધાડ, લુંટ, ઘરફોડ, મંદીર ચોરી, બાઇક ચોરી કરતી બીજુડા ગેગને દબોચી ૩૮ ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો

 ઘણાં લાંબા સમયથી ધાડ, લુંટ, ઘરફોડ, મંદીરચોરી, તથા બાઈક ચોરી કરતી બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત અન્ય ત્રણ આરોપીઓને પકડી રૂ. ૫,૮૧૦૦૦. નો મુદ્દામાલ રિકવર કરી કુલ ૩૮ ગુન્હાઓનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાંચ સાબરકાંઠા.                                         સાબરકાંઠા જીલ્લામાં મિલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુંન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ, તથા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ એ સાબરકાંઠા એલ.સી.બી પી.આઇ. એમ.ડી. ચંપાવત ને આપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે એલ.સી.બી ની અલગ અલગ ટીમો બનાવી ગુંન્હાઓના ડીટેક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલ.દરમિયાન આજ રોજ એલ.સી.બી. પો.સ.ઈ. જે.પી.રાવ સાથે ટીમના માણસો એ.એસ.આઇ. વિક્રમસિંહ, હે.કો. સનતકુમાર, અ.પો.કો. પ્રહર્ષ કુમાર, વિજયભાઇ, પ્રકાશભાઇ, અનિરુદ્ધ સિંહ, રાજુભાઇ, તથા ચંદ્રસિંહ, હનુમંત સિંહ નાઓ નાઈટ રાઉંડ પેટ્રોલિંગ માં હતા, દરમિયાન ખાનગી બાતમીદાર થી બાતમી મળેલ કે ગાંભોઈ તથા વાંકાનેર ગામેથી ચોરી થયેલ પલ્સર મોટર સાઈકલો લઈ બીજોડા ફલા રાજસ્થાન નો ભગવાન બેચર ડુહા તેના બીજા ત્રણ સાગરીતો સાથે બન્ને પલ્સર મોટર સાઈકલો લઈ તેને કરેલ ઘરફોડો તથા ચોરીઓનો મુદ્દામાલ લઈ આવનાર છે જેવી ચોક્કસ બાતમી આધારે તેના આવવાના સમયે હિંમ્મતનગર વિરપુર બાયપાસ પાસે ટીમ દ્વારા સઘન ગુપ્ત નાકાબંધી કરવામાં આવેલ જે નકાબંધી દરમિયાન બાતમી મુજબના બે પલ્સર મોટર સાઈકલો તથા તેના પર સવાર માણસો આવતાં તેમને કૉર્ડન કરી પકડવા જતાં ભાગવાનો પ્રયત્ન કરતાં તેઓને સમય સુચકતાં વાપરી દોડીને પકડી લેવામાં આવેલ.બાદ તેમની પાસેના પલ્સર મોટર સાઈકલો ની ખરાઇ કરવા માટે મોબાઈલ પોકેટ કૉપ નો ઉપયોગ કરી ચકાસણી કરી જોતાં આ બન્ને પલ્સર મોટર સાઈકલો ચોરી ની હોવાનું જણાઈ આવેલ જેથી આ ચારેય ઈસમોને મોટર સાઈકલો સાથે એલ.સી.બી. ઓફીસ હિમ્મતનગર લાવી યુક્તિ-પ્રયુક્તિથી, તથા ટેકનિકલ સર્વેલેંસ ની મદદ લઈ  ઉડાણ પુર્વકની પુછ-પરછ કરતાં નીચે મુજબનાં નામ વાળા આરોપીઓ એ સાથે મળી કરેલ અલગ અલગ ધાડ, લૂંટ, ઘરફોડ, મંદીર ચોરી, બાઈક ચોરી ના આચરેલ ગુંન્હાઓની કબૂલાત કરેલ છે.
 પકડાયેલ આરોપીઓ.(૧) ભગવાન બેચર ડુહા.  રહે. બીજોડા ફલો, શિસોદ, રાજસ્થાન .  (અગાઉ ભીલોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ    ૨૦૧૫,૨૦૧૬ ના ૦૪ ગુંન્હાઓ માં વોંટેડ છે)(૨) હરીશ રામલાલ મનાત.  રહે.મનાત ફલો, દેવલ, તા.જી.ડુંગરપુર.             (૩) રમેશ કાંન્તીલાલ ભગોરા.  રહે.ધામોદ, તા.વિંચ્છીવાડા, જી.ડુંગરપુર. (૪) રાકેશ બેચર ડુહા. . રહે. બીજોડા ફલો,  શિસોદ, રાજસ્થાન . (અગાઉ ભીલોડા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૬ ના ગુન્હામાં વૉન્ટેડ છે.)

પકડવાના બાકી આરોપીઓ
(૫) જીતેંદ્ર ઉર્ફ કાળીયો ઉર્ફ લાલો મોગજીભાઇ મંગળાજી ડામોર.  રહે.ધામોદ, તા.વિંચ્છીવાડા, જી.ડુંગરપુર.(૬) વિનોદ ધનેશ્વર મનાત.  રહે.મનાત ફલો, દેવલ, તા.જી.ડુંગરપુર. (૭) નરેશ ઉર્ફ ટેટો મણીલાલ ડુહા.  રહે. બીજોડા ફલો, શિસોદ, રાજસ્થાન.

ક્રમ\tપોલીસ સ્ટેશનનુ નામ\tગુ.ર.નં.\tચોરાયેલ માલ મિલકત\tઆરોપીઓ\tરીકવર મિલ્કત1.\t\tહિંમતનગર ગ્રામ્ય \tફ.૧૧૨૦૯૦૧૭૨૦૦૫૪૭/૨૦૨૦ આઇ.પી.સી. ૩૭૯\tસી.બી.ઝેડ. બાઇક ચોરી GJ-09-AN-7398   બજાજ પલ્સર બાઇક ૧૫૦ સીસી કાળા કલરનુ \tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ બચુલાલ મીણા\tબજાજ પલ્સર બાઇક ૧૫૦ સીસી કાળા કલરનુ2.\t\tહિંમતનગર એ ડીવીજન \tફ.૧૧૨૦૯૦૧૬૨૦૧૦૦૦/૨૦૨૦ આઇ.પી.સી. ૩૭૯\tહીરો હોન્ડા સ્પ્લેન્ડર GJ-09-L-9098  .\tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ બચુલાલ મીણા\t3.\t\tહિંમતનગર બી ડીવીજન \tફ.૧૧૨૦૯૦૫૬૨૦૦૪૯૭/૨૦૨૦ આઇ.પી.સી. ૩૭૯, ૫૧૧, ૧૧૪\tરેડમી-૭ કાળા કલરનો (1) રીયલમી-૨ ડાયમંડ કાળા કલરનો મોબાઇલ (1) પલ્સર બાઇક ચોરી કરવાની કોશિષ\tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ બચુલાલ મીણા\tવિનોદ ધનેશ્વર તથા નરેશ ટેટા પાસે.4.\t\tજાદર \tફ.૫૯/૨૦૧૯\tમાનગઢ (ઘરફોડ) સોના ચાંદીના દાગીના તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ \tભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, રમેશ કાંતી ભગોરા.\tસેમસંગ કંપનીનો મોબાઇલ તથા સોના ચાંદીના દાગીનાની રણીઓ રીકવર કરેલ છે.5.\t\tઇડર \tફ.૯૩/૨૦૧૯ આઇ.પી.સી. ૩૯૪, ૧૧૪\tબડોલી લૂંટ\tભગવાન બેચર (૨) રમેશ કાંન્તિ (૩) વિનોદ ધુલેશ્વર મનાત\tપકડવાનો બાકી (૧) ભગવાન બેચર (૨) વિનોદ ધુલેશ્વર મનાત6.\t\tઇડર\tફ.૧૧૨૦૯૦૨૦૨૦૦૭૭૩/૨૦૨૦ આઇ.પી.સી. ૪૫૭, ૩૮૦ \tકૃષ્ણનગર શીવમ સોસાયટી, (ઘરફોડ) સોના ચાંદીના દાગીના તથા એક સેમસંગ કંપનીનો એ-૫૦ મોબાઇલ \tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ \tસોનાની રણી.7.\t\tઇડર\tફ.૧૧૨૦૯૦૨૦૨૦૧૧૬૨/૨૦૨૦ આઇ.પી.સી. ૩૯૫\tકિરણકુમાર ચૈાહાણની લૂંટ હિંમતનગર ઇડર હાઇવે ઉપર \tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ બચુલાલ મીણા\tરીકવરી બાકી.8.\t\tઇડર\tફ.૧૧૨૦૯૦૨૦૨૦૧૧૬૩/૨૦૨૦ આઇ.પી.સી. ૩૯૪\tજીતેન્દ્રકુમાર અસોડાની લૂંટ ભીલોડા રોડ ઉપર બજાજ પ્લેટીના બાઇક GJ-09-AK-9389 તથા વીવો કંપનીનો મોબાઇલ.\tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ બચુલાલ મીણા\tમોટર સાયકલ મળી ગયેલ છે.9.\t\tભીલોડા\tફ.૧૧૧૮૮૦૦૩૨૦૦૫૪૭/૨૦૨૦ આઇ.પી.સી. ૩૭૯, ૪૨૭  \tપલ્સર બાઇક GJ-09-CH-8179 ની ચોરી \tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ બચુલાલ મીણા\t10.\t\tભીલોડા\tફ.૭૯/૨૦૧૯ આઇ.પી.સી. ૩૭૯(એ)(૩), ૪૪૯, ૧૧૪ \tફરીના ગળાના ભાગે ચપ્પુ રાખી સોના/ચાંદીના દાગીના તથા મોબાઇલ નંગ-૨ તથા રોકડ રકમ ૫૦,૦૦૦/- કુલ ૧,૧૬,૦૦૦/-ની લૂંટ કર્યા વિગેરે \tભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર\tજીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ પાસે.11.\t\tભીલોડા\tફ.૧૧૧૮૮૦૦૩૨૦૦૫૮૫/૨૦૨૦ આઇ.પી.સી. ૪૫૭, ૩૮૦\t(૧) રોકડ રૂ.૫૫,૦૦૦/- (૨) સરકારી લીનોવા કંપનીનુ ટેબલેટ નંગ-૧ (૩) ઓપો કંપનીનો મોબાઇલ નંગ-૧ (૪) સેમસંગ કંપનીનો કીપેડ મોબાઇલ નંગ-૧ (૫) હીરો હોન્ડા પેશન પ્રો કંપનીનુ બાઇક GJ-09-CB-3495 \tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ બચુલાલ મીણા રમેશ કાંન્તિ ભગોરા, રાકેશ બેચર \tપેશન પ્રો બાઇક રીકવર કરેલ છે. 12.\t\tશામળાજી \tફ.૧૧૧૮૮૦૧૦૨૦૦૨૬૨/૨૦૨૦ આઇ.પી.સી. ૩૭૯\tહીરો પેશન પ્રો કંપનીનુ કાળા કલરનુ બાઇક GJ-06-LC-1443\tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ બચુલાલ મીણા\tરીકવરી બાકી13.\t\tમાણસા\tફ.૫૪/૨૦૧૯\tહિમાલય ગ્રીન્સ બંગલા-૨, માણસા (ઘરફોડ) સોના ચાંદીના દાગીના.\tભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર\tમુદ્દામાલ રિકવર રણી .14.\t\tવિજાપુર \tફ.૫૫/૨૦૧૯\tમાંડલી ખરોડ, વિજાપુર (ઘરફોડ)\tભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર\tજીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, પાસે.15.\t\tડુંગરપુર કોતવાલી \t૦૧૬૭/૨૦૨૦\tબે બાઇક ચોરી \tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ બચુલાલ મીણા\tબન્ને બાઇકો રીકવર ૧૦૦%16.\t\tગાંભોઈ\t૦૬૦૨/૨૦૨૦\tજી જે ૩૧ બી ૧૯૦૭ પલ્સર ૧૫૦સીસી મોટર  સાયકલ \tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ બચુલાલ મીણા\tબાઇક રીકવર ૧૦૦%17.\t\tગાંભોઈ\t૦૬૦૩/૨૦૨૦\tમંદીર ચોરી આડાહાથરોલ ગામે રકમ રોકડ ૩૦૦૦/-\tભગવાન બેચર, હરીશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર, ગણેશ બચુલાલ મીણા\tરીકવરી બાકી
આ ઉપરાંત આરોપીઓ દ્વારા કરેલા ગુન્હાઓની કબૂલાતો નીચે મુજબની છે.(૧૮) આજથી આશરે અગિયારેક માસ પહેલાં ભગવાન બેચર, રમેશ કાંતી, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ નાઓએ કાટવાડ, હિંમતનનગર થી આઈશર ટેમ્પો ઉપાડેલ જે સુરેંદ્રનગર ખાતે બિનવારસી હાલતમા રોડ ઉપર મુકેલ(૧૯) આજથી આશરે અગિયારેક માસ પહેલાં ભગવાન બેચર નાઓએ કાણીયોલ જામલા જવાના રોડ ઉપર રોડની સાઈડના ઘર પાસેથી એક મોટર સાયકલ ઉપાડેલ જે બિનવારસી હાલતમાં બીછીવાડા રોડ પર મુકી દીધેલ.(૨૦) આજથી આશરે છએક માસ અગાઉ ભગવાન બેચર, હરેશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ આર.ટી.ઓ. હિંમતનગર ખાતેથી પલ્સર મો.સા. ચોરેલ જે શામળાજી પુલીયા નીચે બિનવારસી હાલતમા મુકી દીધેલ.(૨૧) આજથી આશરે અગિયારેક માસ અગાઉ ભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ વિજાપુર ગાંધીનગર હાઇવે ઉપર આવેલ સ્તુતિ ગ્રીન સોસાયટી માથી એક મકાન માથી સોનાનો દોરો, વીંટી નંગ બે તથા ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા આશરે ૩૫,૦૦૦/- જેટલાની ચોરી કરેલ.(૨૨) આજથી આશરે દશેક માસ અગાઉ ભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ પ્રાંતિજની ગોપીનાથ સોસાયટીના એક મકાન માથી રોકડ રકમ સોનાની બુટ્ટી, તેમજ એક ટી.વી.એસ. મો.સા તથા સ્પ્લેન્ડર મો.સા.ની ચોરી કરેલ જે બન્ને મો.સા. આગળના કોઇ ગામની સીમમા બિનવારસી મુકી દીધેલ   (૨૩) આજથી આશરે એકાદ વર્ષ અગાઉ ભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ પ્રાંતિજની અષ્ટવિનાયક સોસાયટીમાથી એક લેપટોપ તથા રોકડ રૂપિયા ૧,૦૦,૦૦૦/- ની ચોરી કરેલ જે લેપટોપ જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ નાઓની પાસે છે. (૨૪) આજથી આશરે એકાદ વર્ષ અગાઉ ભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ સાબરડેરી થી તલોદ રોડ આવેલ દેવલ ટ્રેડર્સમાથી એક ફ્રિજ તથા વીસેક લીટર જેટલા ડિઝલની ચોરી કરેલ જે ફ્રિઝ ધનરાજ બરસાત રહે. બરોઠી, તા.બિંચ્છીવાડા, જી.ડુંગરપુર નાઓને વેચેલ છે.(૨૫) આજથી આશરે એકાદ વર્ષ અગાઉ ભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ લાલપુર તા.હિંમતનગર મુકામેથી એક મકાન તોડેલ જેમાથી અકે મોબાઇલ, કપડા તેમજ પેશન પ્રો મો.સા.ની ચોરી કરેલ જે મો.સા. જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ નાઓની પાસે છે. (૨૬) આજથી આશરે આગિયાર માસ અગાઉ ભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ હિંમતનગરના ઝહીરાબાદ વિસ્તારના બિસમિલ્લા પાર્ક સોસાયટી માથી એક મકાન તોડેલ જેમાથી ચાંદીના છડા, સોનાની બુટ્ટી, સોનાનુ પેન્ડલ તેમજ રોકડ રકમ મળેલ.(૨૭) આજથી આશરે દોઢેક વર્ષ અગાઉ ભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ મોહનપુર, ભિલોડા ખાતેથી અકે મકાન તોડેલ જેમાથી એક સોનાની બુટ્ટી તેમજ ૩૫,૦૦૦/- રોકડા મળેલ.(૨૮) આજથી આશરે બે માસ અગાઉ ભગવાન બેચર, હરેશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ હડિયોલ રોડ, તુલસી પાર્ક સોસાયટી માથી બે મોબાઇલની ચોરી કરેલ.(૨૯) આજથી આશરે દોઢેક માસ અગાઉ ભગવાન બેચર, હરેશ રામલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ આડા હાથરોલ, તા.હિંમતનગર ખાતેથી એક ગલ્લા માથી ૫૦૦૦/- ની ચોરી કરેલ.(૩૦) આજથી આશરે દોઢેક માસ અગાઉ ભગવાન બેચર, હરેશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ વાંકાનેર, તા.ભિલોડા ખાતેથી કાલીકા મંદિર તથા જય જલારામ મંદિર માથી રોકડ રકમની ચોરી કરેલ.(૩૧) આજથી આશરે ત્રણેક માસ અગાઉ ભગવાન બેચર, હરેશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ દરામલી એસ્સાર પેટ્રોલ પંપની બાજુના મંદિર માથી રોકડ રકમની ચોરી કરેલ.(૩૨) આજથી આશરે દશેક માસ અગાઉ ભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, વિનોદ ધનેશ્વર નાઓએ સુખસાગર બંગ્લોઝ ભિલોડા ખાતેથી ડીલક્ષ મો.સા.ની ચોરી કરીને કડી ખાતે બીનવારસી હાલતમા મુકી દીધેલ છે.(૩૩) આજથી આશરે દોઢેક વર્ષ અગાઉ ભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ રાજતિર્થ સોસાયટી સહકારી જીન, હિંમતનગર ખાતેથી એક મકાન માથી બે ચાંદીના પાટલા તથા રોકડ રકમ મળેલ જે ચાંદીના પાટલા જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ પાસે છે. (૩૪) આજથી આશરે એકાદ વર્ષ અગાઉ ભગવાન બેચર, જીતેંદ્ર ઉર્ફ લાલો મોગજીભાઇ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ કાંકણોલ તા.હિંમતનગર ખાતેથી એક મકાન માથી રોકડ રકમ તથા કપડાની ચોરી કરેલ.(૩૫) આજથી આશરે એકાદ માસ અગાઉ ભગવાન બેચર, હરેશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ શામળાજી આશ્રમથી મોડાસા રોડ ઉપર ૨,૦૦૦/- ની લૂંટ કરેલ છે. (૩૬) આજથી આશરે પાંચેક માસ અગાઉ ભગવાન બેચર, હરેશ રામલાલ, નરેશ ઉર્ફ ટેટો મણીલાલ, વિનોદ ધનેશ્વર નાઓએ ધંબોલીયા બસ સ્ટેન્ડ ખાતેથી એક ગલ્લા માથી રોકડ રકમની ચોરી કરે.(૩૭) આજથી આશરે બે માસ અગાઉ ભગવાન બેચર, હરેશ રામલાલ, રાકેશ બેચર, વિનોદ ધનેશ્વર, પપ્પુ નાઓએ અબસોલ પુલ પાસેથી ૧,૫૦૦/- ની લૂંટ કરેલ છે. (૩૮) આજથી આશરે બે માસ અગાઉ ભગવાન બેચર, હરેશ રામલાલ, રાકેશ બેચર, વિનોદ ધનેશ્વર નાઓએ રતનપુર બોર્ડરથી વીંછીવાડા તરફ ૧,૫૦૦/- ની લૂંટ કરેલ છે.

                              આમ સાબરકાંઠા એલ.સી.બી ને ઘણા લાંબા સમયથી આંતર જીલ્લા તથા રાજ્યો માં ધાડ, લૂંટ, ઘરફોડ, મંદીરચોરી, તથા બાઈકચોરી કરતી બીજુડા ગેંગ ને પકડવામાં સફળતા મેળવી હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + seven =

Back to top button
Close