આંતરરાષ્ટ્રીય

રશિયાએ કર્યુ દુનિયાની સૌથી ઘાતક ક્રુઝ મિસાઈલનુ પરિક્ષણ

અવાજ કરતા આઠ ગણી ઝડપ

ભારત પાસે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ છે, જે દુનિયાની સૌથી ખતરનાક ક્રુઝ મિસાઈલ્સમા ની એક છે. હવે રશિયાએ મધ્ય એશિયામાં અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે દુનિયાની સૌથી ઘાતક ક્રુઝ મિસાઈલ જિરકોનનુ સફળ પરિક્ષણ કર્યુ છે.

આ ક્રુઝ મિસાઈલ અવાજ કરતા આઠ ગણી ઝડપી છે. મિસાઈલે પરિક્ષણ દરમિયાન 450 કિલોમીટરના અંતરે આવેલા લક્ષ્યાંકને માત્ર 4.5 મિનિટમાં જ નષ્ટ કર્યું હતુ. દુનિયામાં આટલી ઝડપ ધરાવતી બીજી કોઈ ક્રુઝ મિસાઈલ હજી સુધી બની નથી.

રશિયાએ હવે આ મિસાઈલને સેનામાં સામેલ કરવા માટે કાર્યવાહી પણ શરુ કરી દીધી છે.ભારતની બ્રહ્મોસ મિસાઈલ પણ જિરકોન પર જ આધારીત છે.

જિરકોનની ઝડપ એટલી છે કે દુનિયાની કોઈ રડાર સિસ્ટમ તેને ટ્રેક કરીને ટાર્ગેટ કરી શકે નહિ. આ માટે માત્ર રશિયાની પોતાની S-500 એર ડિફેન્સ સિસ્ટમ જ સક્ષમ છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close