
રાજ્યમાં પેટાચૂંટમી પહેલાં સરકાર એક્શ મોડમાં આવી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી CM રૂપાણીએ 10 લાખ પરિવારોને પુરતું અનાજ મળી રહે તે માટે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
રાજ્યના વધુ 10 લાખ પરિવારનો સસ્તા દરે રાહત દરે અનાજ વિતરણનો લાભ મળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ નિર્ણયને તેમના જનસંપર્ક અધિકારી મારફતે જાહેર કરવામાં આવ્યો છે.જાહેરાત મુજબ શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને ઉપરાંત બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો મુખ્યમંત્રીએ સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયથી 50 લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને લાભ થશે.