
મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર રાહત પેકેજને લઈ વિચારણા કરી રહી છે. કોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો, મંદિરોના પૂજારીઓની આર્થિક હાલક કફોડી બની ગઇ છે. ત્યારે ગુજરાતના મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણો માટે આશાસ્પદ સમાચાર આવ્યા છે.
થોડા સમય પહેલા કર્મકાંડી ભૂદેવ સંગઠનના કન્વીનર જયેશ પંડ્યાએ મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને રજુઆત કરી હતી. જેમા તેમણે લખ્યું હતું કે, રોજ કમાઈને ગુજરાન ચલાવતા કર્મકાંડી બ્રાહ્મણો માટે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે દ્વારા દરેક જિલ્લા કલેકટરોને આ અંગે પત્ર લખાયો છે અને જિલ્લામાં મંદિરના પૂજારી અને પૂજાપાઠ કરતા બ્રાહ્મણોની સંખ્યાની વિગતો સમય મર્યાદામાં પૂરી પાડવા અનુરોધ કરાયો છે.
આ પહેલા સામાજિક અને રાજકિય આગેવાનોએ રાહત પેકેજ આપવા રજૂઆતો કરી હતી ત્યારે સર્વેના આધારે આગામી નિર્ણય લેવાશે. નોંધનીય છે કે ગુજરાત સરકારે અનક રાહત પેકેજની જાહેરાત કરી ચૂકી છે.