RR vs SRH: હૈદરાબાદે રાજસ્થાન ને 8 વિકેટે પરાજય આપી,

ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે.
IPL 2020 ની 40 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ એ રાજસ્થાન રોયલ્સ ને 8 વિકેટે પરાજય આપી પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ હાર સાથે રાજસ્થાન રોયલ્સનો આગળનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મનીષ પાંડે (83*) અને વિજય શંકર (52*) ની અડધી સદીની મદદથી 18.1 ઓવરમાં 2 વિકેટે 156 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીત સાથે હૈદરાબાદના કુલ 8 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. તો રાજસ્થાનનો આ સાતમો પરાજય છે. તેના 8 પોઈન્ટ છે.
મનીષ પાંડે

સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન મનીષ પાંડે એ રાજસ્થાન રોયલ્સ ની સામે વિસ્ફોટક બેટિંગ કરતાં ટીમને જીત અપાવી હતી અને વિજય શંકરે પણ તેનો સાથ આપ્યો હતો. આ બંને બેટ્સમેનોએ અણનમ હાફ સેન્ચુરીની ઈનિંગ રમી હતી અને ટીમ માટે અણનમ સદીની પાર્ટનરશિપ રમતાં સરળ જીત હાંસલ કરી હતી. મનીષ પાંડેને તેની ઈનિંગ માટે પ્લેયર ઓફ ધી મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.