સ્પોર્ટ્સ

RR vs RCB: બેંગલોરે રાજસ્થાન 7 વિકેટે આપ્યો પરાજય, ડિવિલિયર્સ નું તોફાન..

ચહલે સતત બે બોલમાં ઉથપ્પા અને સેમસનને આઉટ કર્યા
રોબિન ઉથપ્પાએ રોયલ્સને શાનદાર શરૂઆત અપાવતા 22 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 41 રન કર્યા હતા. તે ચહલની બોલિંગમાં ફિન્ચ દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછીના બોલે જ સંજુ સેમસન લોન્ગ-ઓફ પર મોરિસના હાથે કેચ આઉટ થયો હતો. સેમસને માત્ર 9 રન કર્યા હતા.

ડિવિલિયર્સે જયદેવ ઉનડકટે નાખેલી 19મી ઓવરમાં ઉપરાઉપરી 3 સિક્સ મારી. આ ઓવરમાં RCBએ કુલ 25 રન માર્યા.

એબી ડિવિલિયર્સના તોફાનમાં રાજસ્થાન રોયલ્સની ટીમના હાથમાં ફરી પરાજય આવ્યો છે. એબી ડિવિલિયર્સ (55*) ની દમદાર બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાજસ્થઆન રોયલ્સને 7 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં છઠ્ઠી જીત મેળવી છે. આ જીત સાથે RCB 12 પોઈન્ટ થઈ ગયા છે. તો પરાજય સાથે રાજસ્થાન રોયલ્સનો માર્ગ વધુ મુશ્કેલ  બન્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરે 19.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

ઓપનર બેન સ્ટોક્સ 15 રને મોરિસના ધીમા શોર્ટ બોલમાં પુલ કરવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો અને કીપર ડિવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો. અગાઉ ઉથપ્પા 29 રને રમી રહ્યો હતો ત્યારે કોહલીએ સૈનીની બોલિંગમાં મીડ-ઓનની પાછળ તેનો કેચ છોડ્યો હતો. ઉથપ્પાએ સુંદરે નાખેલી ત્રીજી ઓવરમાં ચાર ફોર મારી અને આ દરમિયાન લીગમાં 4500 રન પૂરા કર્યા હતા.

ફિન્ચ ફરી નિષ્ફળ
રાજસ્થાન રોયલ્સે આપેલા 178 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીને 23 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ફિન્ચ માત્ર 14 રન બનાવી શ્રેયસ ગોપાલનો શિકાર બન્યો હતો. ટીમને બીજો ઝટકો દેવદત્ત પડીક્કલ (35)ના રૂપમાં લાગ્યો હતો. પડીક્કલે 37 બોલનો સામનો કરતા બે ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી 32 બોલમાં 1 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 43 રન બનાવી કાર્તિક ત્યાગીનો શિકાર બન્યો હતો. 

 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − 10 =

Back to top button
Close