RR vs MI: રાજસ્થાને મુંબઈને 8 વિકેટે પરાજય આપ્યો,

સ્ટોક્સ-સેમસનનું તોફાન,
બેન સ્ટોક્સ (107*) અને સંજૂ સેમનસ (54*) વચ્ચે ત્રીજી વિકેટની 152 રનની ભાગીદારી ની મદદથી રાજસ્થાન રોયલ્સે કરો યા મરો મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે પરાજય આપી પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. બેન સ્ટોક્સે પોતાની અવિશ્વસનીય ફટકાબાજીથી નિવેદન આપ્યું કે “હમ ભી કિસી સે કમ નહિ.” આ જીતનું શ્રેય જેટલું સ્ટોક્સને મળ્યું એટલું જ રાજસ્થાનની લીડરશિપ ટીમને મળવું જોઈએ, જેમણે સ્ટોક્સ પાસેથી ઓપનિંગ કરાવવાનું ચાલુ રાખ્યું હતું.
બેન સ્ટોક્સ અને સંજૂ સેમસનનું તોફાન

પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવ્યા બાદ સંજૂ સેમસન અને બેન સ્ટોક્સે ઈનિંગને સંભાળી હતી. બેન સ્ટોક્સે આ ટૂર્નામેન્ટમાં દમદાર બેટિંગ કરતા પહેલા પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ સંજૂ સેમનસે પણ શાનદાર પ્રદર્શન કરતા માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સ્ટોક્સ અને સંજૂ સેમસને ત્રીજી વિકેટ માટે અણનમ 152 રનની ભાગીદારી કરી હતી. સંજૂ સેમનસ 31 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 54 રન બનાવી અણનમ રહ્યો હતો.
મુંબઈની ઈનિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો સ્કોર 7 રન હતો ત્યારે ડિ કોક (6)ને જોફ્રા આર્ચરે બોલ્ડ કર્યો હતો. ટીમે પાવરપ્લેમાં એક વિકેટે 59 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે બીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. ટીમને બીજો ઝટકો 11મી ઓવરમાં ઈશાન કિશન (37)ના રૂપમાં લાગ્યો હતો. ઈશાન કિશન 36 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી કાર્તિક ત્યાગીનો શિકાર બન્યો હતો.
ત્યારબાદ સૂર્યકુમાર યાદવ (40)ને શ્રેયસ ગોપાલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. સૂર્યાએ 26 બોલમાં ચાર ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. કેપ્ટન પોલાર્ડ માત્ર 6 રન બનાવી ગોપાલની ઓવરમાં બોલ્ડ થયો હતો. આમ એક ઓવરમાં બે વિકેટ ગુમાવવાથી મુંબઈનો સ્કોર 13 ઓવરમાં 4 વિકેટે 101 રન હતો.
હાર્દિક પંડ્યાનું વાવાઝોડું

પોલાર્ડ આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા અને સૌરભ તિવારીએ મુંબઈની ઈનિંગ સંભાળી હતી. હાર્દિક પંડ્યાએ આજે ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 21 બોલમાં 7 ગગનચુંબી છગ્ગા અને બે ચોગ્ગા સાથે અણનમ 60 રન બનાવ્યા હતા. તો સૌરભ તિવારી 25 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે 34 રન બનાવી આર્ચરનો શિકાર બન્યો હતો. ક્રુણાલ પંડ્યા 3 રન બનાવી અણનમ રહ્યો હતો.
ઇનફોર્મ જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા બોલર્સ સામે 10ની રનરેટથી રન કરવા ક્યારેય સહેલા હોતા નથી. જોકે બેન સ્ટોક્સે પોતાની અવિશ્વસનીય ફટકાબાજીથી નિવેદન આપ્યું કે “હમ ભી કિસી સે કમ નહિ.” આ જીતનું શ્રેય જેટલું સ્ટોક્સને મળ્યું એટલું જ રાજસ્થાનની લીડરશિપ ટીમને મળવું જોઈએ, જેમણે સ્ટોક્સ પાસેથી ઓપનિંગ કરાવવાનું ચાલુ રાખ્યું હતું.